હિંમતનગર જય જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા વિખુટા પડેલ દિવ્યાંગનું ચાર મહિના બાદ પરિવાર સાથે મિલન કરાવ્યુ

જય જલારામ સેવા ટ્રસ્ટ હિંમતનગર સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ બિનવારસી માનસિક દિવ્યાંગ માનવદેવોનો સેવામાં કાર્યરત છે તારીખ 13-12-2019ની રાત્રે હિંમતનગર ટાવરચોક વિસ્તારમાં એક બિનવારસી માનસિક દિવ્યાંગ યુવક રખડતો જોઈ જય જલારામ સેવા ટ્રસ્ટ ને ધ્યાને આવતા સંસ્થાના કાર્યકર્તા પીનાકીનભાઈએ તાત્કાલિક તે સ્થળે જઈ આ માનસિક દિવ્યાંગને લઈ આશ્રમમાં લાવી કાયમી આશરો આપવામાં આવ્યો ત્યારે બાર કાર્યકર્તા દ્વારા આ યુવકને નવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી ભોજન કરાવ્યુ તથા તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરતા આ યુવક તેનું નામ સરનામું બોલવા લાગેલ.
આ યુવકનું નામ મોહમ્મદ મારજેમ શેખ રહેવાસી સાનવડા નવી મુંબઈ બતાવેલ સંસ્થાના કાર્યકર્તા દ્વારા ઉપરોક્ત સરનામે તાપસ કરતા આવું માલુમ પડતા તેનાં પિતાનો સંપર્ક કરતા તેના પિતા યોગ્ય પુરાવા લઇ માનસિક દિવ્યાંગ આશ્રમ હિંમતનગર ખાતે આવેલ જ્યાં સંસ્થા દ્વારા યોગ્ય પુરાવાની ચકાસણી કરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી એ. એન. ગઠવી સાહેબની હાજરીમાં આ યુવકને તેના પિતાને સુપ્રત કરવામાં આવેલ આ પિતા પુત્રના મિલનની ક્ષણે હાજર સૌ કોઈની આંખો અશ્રુ થી છલકાઈ ગઈ સૌ ભાવવિભોર થઈ ગયા હતા એ પ્રસંગે સંસ્થાના સંચાલક જેઠાકાકા, પીનાકીનભાઈ, ભરત પટેલ વગેરે હાજર રહેલા હતા અને અંતમાં દિવ્યાંગ ના પિતાઅે તેમનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)