વિકાસશીલ ગુજરાતની વાતો કરાતી હોય ત્યારે યાત્રાધામ અંબાજી જાણે વિકાસથી વંચિત…!

ભારત દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભારત ભર માં સ્વચ્છ ભારત નો સંદેશો આપતા હોય ત્યારે જાણે અંબાજી માં તો સ્વચ્છ ભારત જાણે ખાલી કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના નહીં પર વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં જાણે ગંદગી નો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે અંબાજી નાં હાઇવે રોડ હોય કે અંબાજી નાં વિસ્તારો હોય ગટરો ખુલી પડેલી છે અને આ ગટર નું ગંદુ પાણી રોડ પર પણ આવી જાય છે એટલુજ નહિ અંબાજી ના અમુક વિસ્તારો માં તો જાણે ગંદકીએ કાયમી ધોરણે વસવાટ કરી દિધો હોય તેવું લાગી રહ્યું છે તંત્ર ની બેદરકારી એટલી હદે થઈ ગઈ છે કે તંત્રના અધિકારીઓ ને સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવા છતાંય કોઈ ધ્યાન આપતા નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે.
ગ્રામપંચાયતના સત્તાધીશો જાણે આંખ આડા કાન કરી અને બેઠા હોય તેવું લાગી રહ્યું છે અંબાજી માં આવેલ હાઈસ્કૂલ કેરોસીન ડેપો નાં પાછળના ભાગમાં જે વિસ્તાર આવેલ છે ત્યાં આશરે ૧૦૦ થી ૧૫૦ ઘર ધરાવતો એક મોટો વિસ્તાર છે પર આ વિસ્તારમાં જે ગટર લાઈન છે તે ગટર આખી ખુલી પડેલી છે અને ગટરનું લાઈન માં થી ગંદુ પાણી સમગ્ર વિસ્તારના માર્ગો પર ફરી વળ્યું છે આ વિસ્તાર ની બાજુમાં આવેલી અંબાજી ની સૌથી મોટી હાઇસ્કુલ કે જ્યાં અંબાજી નું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે પણ એ ભવિષ્ય જ્યાં ઘડાએ છે એની બાજુ નાં વિસ્તાર માં ગંદગી નો રાફડો ફાટી નીકળ્યો છે આ વિસ્તારમાં ગટર નું ગંદુ પાણી એટલું ફેલાઈ ગયું છે કે અહીંથી કોઈને ચાલવું હોય તો આ ગંદા પાણીમાં ચલીનેજ જવું પડે એના વગર કઈ છુટકારો નથી.
આ વિસ્તારના લોકો આ ગટરના ગંદા પાણીમાં ચાલીને જવા મજબૂર બન્યા છે આ વિસ્તારના રહીશો દ્વારા અનેકવાર પંચાયતમાં રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં અંબાજી ગ્રામપંચાયત માં બેઠેલા સત્તાધીશો જાને આંખ આડા કાન કરી બેઠા હોય તેવું લાગી રહ્યું છે આ વિસ્તારના રહીશો નું કહેવું છે કે અહીંથી કોઈ બાઇકચાલક આ પાણીમાં થી પસાર થતો હોય તો આ પાણી નાં લીધે સ્લીપ થઈને પડેલા છે અનેકવાર છોકરાઓ પણ પડેલા છે અને આવી ઘટના અનેકોવાર બની છે છતાં એ ગ્રામપંચાયતમાં બેઠેલા સત્તાધીશોનું પેટનું પાણી પણ નથી હલતું આ વિસ્તારમાં આ ગટરો ની ગંદગી નાં લીધે રોગ ચાળો ફાટી નીકળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે જો આ ગંદકીના લીધે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ ગ્રામપંચાયત કે પછી લાગતા વળગતા અધિકારીઓ આ વિસ્તારની ગંદકી કાયમી ધોરણે સાફ થાય તેવી અહીં રહેતા સ્થાનિકો ની પ્રબળ માંગ ઉઠવા પામી છે.
અમિત પટેલ (અંબાજી)