પોલીસે ગરીબ પરિવારના ખોવાઈ ગયેલા પુત્રને શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું

પોલીસે ગરીબ પરિવારના ખોવાઈ ગયેલા પુત્રને શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું
Spread the love
  • ખોવાયેલ યુવાન કરણભાઇ વાઘેલાને દેડીયાપાડા પોલીસે શોધી કાઢી માતા-પિતાને પરત સોંપ્યો.
  • પરિવારમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા.

દેડીયાપાડા વિસ્તારમાં રહેતો કરણભાઈ વાઘેલા નામનો યુવાન ઘરેથી ક્યાંક ગુમ થઈ જતાં તેના માતા-પિતા તેની ભારે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં તેના પરિવારે ડેડીયાપાડા પોલીસ માં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જેને આધારે પોલીસે તેની ભાળ મેળવી માતા-પિતાને સોંપી દેતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

ગરીબ પરિવારના ખોવાયેલા એકનો પુત્રને પોલીસે સુધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું.દેડીયાપાડા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.જી.રાઠવા તેમજ જમાદાર અરવિંદભાઇ વસાવાના અને રાજપીપલા ટાઉન પી.આઇ આર.એન.રાઠવા એ તેની શોધખોળ કરી સઘન તપાસ કરતાં તેને આખરે પોલીસે શોધી કાઢ્યો હતો.

માતા-પિતાનો એક ગરીબ પરિવારનો પુત્ર પોતાના પરિવારને સોંપી દેતાં પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું જેના બદલ તેમને દેડીયાપાડા પોલીસનો આભાર માન્યો હતો ગરીબ પરિવારના ખોવાઈ ગયેલા એક નો પુત્ર પોલીસે શોધી માતા-પિતા સાથે મિલન કરાવતા પોલીસ છાવણીમાં સંતોષની લાગણી જન્મી હતી.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!