આહવા ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લા સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

આહવા
ડાંગ જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે તા.૧૦/૦૧/૨૦૨૦ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીસ એચ.કે.વઢવાણિયા ના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લા સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ સ્વચ્છતા સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે આહવા,વધઈ અને સુબીર તાલુકાના ગામોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ શૌચાલય વિહોણા લાભાર્થીઓને એન.ઓ.એન. બીએલએસ માં આવરી લેવા તથા મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત તેમજ લાભાર્થીઓએ જાતે બનાવેલા હોય તેવા તથા એનજીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ વ્યક્તિગત શૌચાલય ના લાભાર્થીઓની યાદી રજુ કરવા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. વધુમાં ધવલીદોડ અને કોટબા ગામનું ફરીથી સર્વે કરી શૌચાલય વિહોણા લાભાર્થીઓ ધ્યાને આવે તો લાભ આપવા કાર્યવાહી કરવા તથા ત્રણે તાલુકાના મોટા ગામોનું સર્વે તલાટી કમ મંત્રીઓ સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ મીટીંગ કરી શૌચાલય વિહોણા લાભાર્થીઓને લાભ આપવા જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વઢવાણિયાએ તાકીદ કરી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડી.આર.અસારીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત એલઓબી લક્ષ્યાંક ૫૯૦૦ સામે એસબીએમ આહવા તાલુકામાં ૧૦૬૫,વધઈ ખાતે ૧૮૧૫ અને સુબીર ખાતે ૧૭૨૭ મળી ડાંગમાં કુલ- ૪૬૦૭ શૌચાલયો તેમજ ચાલુ માસમાં સુબીર તાલુકામાં ૫૨ શૌચાલયો મળી કુલ ૪૬૫૯ શૌચાલયો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેનો એકંદરે ખર્ચ આહવા રૂા.૧૦૮.૫૨ લાખ,વધઈ- રૂા.૧૦૪.૪૮ લાખ, સુબીર-રૂા.૮૪.૧૪ લાખ અને જિલ્લા કક્ષા રૂા.૮૬.૩૬ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે. વર્લ્ડ બેંક આસીસટેડ હેઠળ શૌચાલય આહવા ખાતે ૬૧૩ ના લક્ષ્યાંકની સામે ૪૪૮ પૂર્ણ,વધઈ ખાતે ૩૦૮ ના લક્ષ્યાંકની સામે ૨૯૨ પૂર્ણ અને સુબીર ૧૭૩ લક્ષ્યાંકની સામે ૪૩ પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં ચાલુ માસમાં કુલ કુલ રૂા.૭૦.૬૩ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.
ગ્રામ વિકાસ એજન્સીના વિપુલ પરદેશીએ ગોબરધન પ્રોજેક્ટ બનાવીને ગેસ પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જેમાં ૪૯૦ મકાનોમાં પશુપાલકો દ્વારા ગોબરગેસ એજન્સી મારફતે આયોજન કરવામાં આવશે.
સ્વચ્છ ભારત મિશનની આ બેઠકમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.સંજય શાહ,પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જી.ભગોરા, પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી જી.એ.પટેલ, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવાજી તબિયાર, પ્રોગ્રામ ઓફિસરશ્રી શ્રીમીત ભાવનાબેન ગેડિયા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.