મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં ભાજપના લોકો સંકળાયેલા હોય છેઃ પ્રભા તાવિયાડ

પંચમહાલ,
પંચમહાલ જિલ્લાના શહેરામાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓલ ઇÂન્ડયા કોંગ્રેસ કમિટીના મંત્રી અને દાહોદના કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડે જણાવ્યું હતું કે, હું એટલુ કહીશ કે, મહિલાઓ પર જે અત્યાચાર અને બળાત્કાર થાય છે એમા મોટાભાગના લોકો ભાજપના હોય છે. તે નલિયાકાંડ હોય, મોડાસા હોય, ઉન્નાવ કે રાજસ્થાનની ઘટના હોય તેમાં મોટાભાગે ભાજપના જ સંકળાયેલા હોય છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડે જણાવ્યું હતું કે, આરએસએસની જે શાખાઓ હોય છે, તેમાં બહેનોને સમાવેશ થયો નથી. આરએસએસની વિચારસરણી છે, તેમાં બહેનોનો કોઇ સ્થાન નથી. એટલે ભાજપની સરકાર બહેનો પર ત્રાસ કરી રહી છે.