ઉત્તરાયણ પર્વમાં વાહનચાલકોની જીવાદોરી ગણાતા સળિયાનું વેચાણ ઘટયું

ઉત્તરાયણ પર્વમાં વાહનચાલકોની જીવાદોરી ગણાતા સળિયાનું વેચાણ ઘટયું
Spread the love

અમદાવાદ,
ઉત્સવો અને તહેવારોની મોસમ આવે એટલે સિઝનેબલ ધંધો કરનારા ઉત્પાદકો, વેપારીઓ સજ્જ થઇ જાય. એ પતંગ, ફટાકડા, રાખડીઓ, રંગ-પિચકારી જેવી તમામ ચીજવસ્તુઓ દુકાન-હાટડીયો અને માર્ગો પરના મંડપોમાં જાવા મળે. પણ, મંદી અને ઉત્સવોના ઉત્સાહમાં ફીકાશ આવે ત્યારે વેપાર-ધંધા ધોવાઇ જાય. વેપાર નાનો હોય કે મોટો મંદી અને રસ વિહોણા માહોલની અસર સૌને થાય. પતંગોત્સવ ઉત્તરાયણ આવે એટલે ઘણાં લોકોને પેટિયું રળવાની આશા સાથે નવો વિકલ્પ મળે. પતંગ-દોરી બનાવનાર વેચનાર સાથે અનેક લોકોને રોજગાર મળે.

થોડા વર્ષો પહેલા દિવાળી જાય કે તુરંત જ નાના મોટા સૌ પતંગ રસિયાઓ ધાબે-છાપરે કે મેદાનોમાં પતંગની મોજ માણતા હતા. જેના કારણે દોરીઓ માર્ગો પર પડતી અને રાહદારીઓ અને વાહનચાલકો ઘવાતા હતા. એમાંય ધારદાર ચાઇનિઝ દોરીના કારણે વાહન ચાલકો ગંભીર ઇજાઓ પહોંચે છે. દોરીઓથી થતી ઇજાઓને રોકવા વાહન ચાલકોએ અવનવા નુસખા અપનાવવાના શરુ કર્યા. ગળે મફલર, મોં પર રુમાલ, માથે હેલમેટ પહેરવાની શરુઆત થઇ.એમાંય છેલ્લા કેટલાય વર્ષો થી વાહનો ના બંન્ને બાજુના કાચની જગ્યાએ એક સળીયો મુકવાની શરુઆત થઇ છે. દોડતા વાહન પર જ્યારે અચાનક જ દોરી પડે અને અર્ધ ગોળાકાર સળિયો લગાવ્યો હોય તો દોરી રોકોઇ જવાની શક્્યતા વધી જાય.

Admin

Admin

9909969099
Right Click Disabled!