ચા-નાસ્તાની દુકાનમાં અસામાજિક તત્વોએ હપ્તા વસૂલીને લઈને તોડફોડ કરી

ચા-નાસ્તાની દુકાનમાં અસામાજિક તત્વોએ હપ્તા વસૂલીને લઈને તોડફોડ કરી
Spread the love

સુરત,
ડિંડોલી વિસ્તારમાં આવેલી ચા-નાસ્તાની દુકાનમાં મધરાત્રે કેટલાક અસામાજિક તત્વોએ હપ્તા વસૂલીને લઈ તોડફોડ કરી કારીગર પાછળ તલવાર અને દંડા લઈને ભાગતા ભારે હોબાળો મચી ગયો હતો. હમારે ફન્ટર લોગ આયે હે કુછ ખર્ચા દો કહીં ૫૦થી ૬૦ હજારની માંગણી કરનાર ૧૦ જેટલા માથાભારે સામે દુકાન માલિક ફરીયાદ કરવા ગયો હોવાની જાણ બાદ અસામાજિક તત્વોએ હુમલો કરી ધમાલ મચાવી હતી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ડિંડોલી પોલીસે દુકાન માલિક ગોપાલની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. હુમલાખોરો દુકાનના કાઉન્ટરમાંથી રોકડ રૂપિયા પણ લૂંટી ગયા હોવાનું ગોપાલે જણાવ્યું છે.

ગોપાલ દુધનાથ યાદવએ જણાવ્યું હતું કે, શુક્રવારની રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં કેટલાક અસામાજિક તત્વો તેમની દુકાન પર આવ્યા હતા અને હપ્તા પેટે ૫૦-૬૦ હજારની માંગ કરી હતી. હમારે ફન્ટર લોગ આયે હે તુમહે યહા દુકાન ચલાની હે યા નહીં કહી ધમકાવ્યા હતા. જેને લઈ તેઓ તાત્કાલિક નજીકના ડિંડોલી પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. હપ્તાખારોને આ વાતની જાણ થતાં તેઓ રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં ફરી આવ્યા હતા અને દુકાનમાં ઘૂસી તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેમની દુકાનના કારીગર જેનિષ મિશ્રા, દીÂપ્ત અને સતોષ પાંડે નામના યુવાનોને તલવારથી મારવાનો પ્રયાસ કરતા તેઓ જીવ બચાવી ભાગી ગયા હતા. જેઓનો પીછો કરી હુમલાખોરો કારીગરો હાથ ન લાગતા ભાગી ગયા હતા.

વધુમાં ઉમેર્યું હતું કે, આ હુમલામાં તેમની દુકાનનો તમામ સામાન ફ્રીઝ, નાસ્તા ગરમ કરવાનું મશીન, ફિશ ટેન્ક, બોર્ડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસ આવે તે પહેલાં હુમલાખોરો ભાગી જતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં હુમલાખોરો કુંદન અને સંજય સહિત ૧૦ જણાની ઓળખ થતા તેઓની શોધખોળ કરી રહી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!