કારીગર પર ત્રીજા માળેથી બીમ રોલ પડતા ઈજાગ્રસ્ત, ઘટના સીસીટીવીમાં કેદ

કારીગર પર ત્રીજા માળેથી બીમ રોલ પડતા ઈજાગ્રસ્ત, ઘટના સીસીટીવીમાં કેદ
Spread the love

સુરત,
ઓલપાડના સાયણ ખાતે આવેલા કાપડ વળાટ ઉદ્યોગના કારખાનામાં એક કારીગર પર ત્રીજા માળેથી કાપડના મશીનનો બીમ રોલ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ખાનગી હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જાકે, આ ઘટનામાં કારીગરનો ચમત્કારીક બચાવ થયો છે.

ઓલપાડના સાયણ ખાતે આવેલા કાપડ વળાટ ઉદ્યોગના કારખાનામાં ગત સાત જાન્યુઆરીના રોજ ગ્રાઉન્ડ ફ્લોર પર એક કારીગર કામ કરી રહ્યો હતો. દરમિયાન ત્રીજા માળેથી એક કાપડના મશીનનો બીમ રોલ અચાનક કારગીર પર પટકાયો હતો. બીમ રોલ પટકાતા કારીગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને ખાનગી હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કારીગરની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી પ્રમાણે બીમ રોલ ત્રીજા માળેથી અચાનક કારગીર પર પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બીમ રોલનો વજન વધુ હોવાથી કોઈ પણનું મોત થઈ શકે છે. જાકે, આ કારગીરનો ચમત્કારીક બચાવ થયો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!