અમરેલી જિલ્લા મોટી કુંકાવાવના આંગણે “માટી બોલે છે” કાર્યકમ

કલા વાટીકા ફાઉન્ડેશન/દ્વારા મોટી કુંકાવાવ ના આંગણે ડો.ભારતીબેન બોરડ અને B.R.Cભવન મોટી કુંકાવાવના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં માટી બોલેછે આ કાર્યમાં સહકાર આપનાર શ્રી પત્રકાર કિર્તિભાઈ જોષી. પત્રકાર રસિકભાઈ વેગડા કિરીટભાઈ જોષી, દેવગામ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુખડીયા અશોકભાઈ, નયનાબેન કાથરોટીયા, અરવિંદભાઈ સોની, શિવરામ બાપુ, બી.આર.સી. ગોંંડલીયા સાહેબ, મનસુખભાઈ ગોંડલીયા, હર્ષદભાઈ ડી. મહેતા, આજુ-બાજુની શાળામાંથી આવેલા શિક્ષક મિત્રો તેમજ ચંદ્રેશભાઇષ ખુટ ઉપસ્થિત રહ્યા હતા માટી બોલેછે આ વિચાર આજના યુગમાં બાળકોને માટી સાથે નાતો જોડાયેલો હોય તે કેટલો જરૂરી છે તેમજ ભુલાઈ ગયેલા માટી કામ અને માટીના વાસણો, માટી કામની કારીગરી જે વર્ષોથી ભારતીય સભ્યતા ને સંસ્કૃતિ ની વિરાસત હતી .
સિંધુ ખીણની સંસ્કૃતિના ના સ્મરણ તાજાં કરવાનો નવતર અભિગમ સાથે આ કાર્યક્રમમાં આસરે 350 કર્તા વધુ બાળકો એ ભાગ લીધો હતો.સૌ પોતાના હાથે બનાવેલી માટી કામની કૃતિ લઈ આવેલા આ સૌ બાળકો એક બીજાની કૃતિ જોઈ આનંદિત થતાં હતાં. ભારતીબેન બોરડ નો સંદેશ હતો કે.કોઈ પણ વ્યવસાય કે વ્યવહારને જે કુટી નહિ, પમ કુલીન બનાવે તે કલા… દરેક બાળક ને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં ઈનામને પુરસ્કાર માં હેન્ડ બેગ, બાલવાટિકાની સાલ ગીતની પુસ્તિકાઓ, નાની મજાની પતંગ,પેન, કેલેન્ડર,અપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં આજના યુગમાં આવો નવતર પ્રયોગ હાથ ધર્યો એ ખરેખર પ્રશંસનીય છે. વિશાળ સંખ્યામાં વાલી ઉપસ્થિત રહ્યા હતા. સૌએ કાર્યક્રમ ને ખુબજ વખાણયો હતો.આ કાર્યક્રમ ને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)