આશા વર્કર ભરતીમાં અન્યાય થતાં અરજદારે હારીજ મામલતદારને લેખિતમાં કરી અરજી….

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નાણાં ગામ માં તારીખ ૨૫/૦૯/ ૨૦૧૯ ના રોજ આશા વર્કર ની ભરતી કરવામાં આવી હતી. અરજદારે લેખિતમાં રજૂઆત માં જણાવેલ છે કે આ ભરતી માં ઈન્ટરવ્યૂ આપવા માટે ગયેલ હતા. જોકે ઇન્ટરવ્યુમાં અરજદાર ને ભરતી કરવામાં આવી નથી. ધોરણ આઠ પાસ કરેલ અને પાંચ વર્ષનો આશા વર્કર નો અનુભવ ધરાવતા હોવા છતાં પણ આશાવર્કર માં નોકરી મળેલ નથી જોકે અરજદાર હારીજ મામલતદારને લેખિતમાં રજુઆત કરી આ ખોટી થયેલ ભરતી તપાસ કરી અને નોકરી મેળવી અને નોકરીમાંથી છૂટા કરી અને અનુભવી અને લાયકાતવાળા આશા વર્કરની ભરતી કરવામાં આવે એવી મામલતદારને અરજી લેખિતમાં કરી છે.
વધુ માં જાણવા મળતી માહિતી અનુસાર મામલતદારને જણાવ્યું હતું કે અમે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી અમારી રજૂઆતો ધ્યાનમાં લીધેલ નથી તો આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ અમને ન્યાય અપાવશે યોગ્ય લાયકાત વ્યક્તિઓને નોકરી મળે તેવી માંગ પણ કરી હતી. જોકે હવે જોવાનું એ રહ્યું કે હારીજ મામલતદાર ક્યારે આ બાબતની તપાસ કરશે અને અરજદારની ન્યાય મળશે કે નહીં એ તો હવે સમય જ બતાવશે.
રઘુભાઈ નાઈ (દિયોદર)