દિયોદર : શ્રી ક્રિષ્નારામજી મહારાજની 13મી પૂણ્યતિથિની ઉજવણી

ભારતભરના આંજણા ચૌધરી સમાજના ગુરુશ્રી રાજેશ્વર ભગવાનના શિષ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજની આંજણા ચૌધરી સમાજ દ્વારા ગત તારીખ ૧૩ જાન્યુઆરી ના દિવસે 13મી પુણ્યતિથિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આંજણા ચૌધરી સમાજના ગુરુ શ્રી રાજેશ્વર ભગવાનના શિષ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ તેર વર્ષ અગાઉ પ્રભુનું ભજન કરતા કરતા રાજસ્થાનના શિકારપુરા ગામે પોષ વદ ત્રીજના દિવસે બ્રહ્મલીન થયા હતા. તે નિમિત્તે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દ્વારા પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજની દિયોદરના ચગવાડા ગામે આવેલ શ્રી રાજારામ આશ્રમ ખાતે પુણ્ય તિથિ ની ઉજવણી કરવામાં આવે છે.
જે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગત રોજ પોષ વદ ત્રીજના દિવસે પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજની ચગવાડા ગામે તેરમી પુણ્ય તિથિની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોષ વદ બીજની રાત્રે મંદિર પટાંગણમાં ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલવાઈ હતી તો પોષ વદ ત્રીજના દિવસે પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજના ફોટોને દીપ પ્રાગટય તેમજ ફૂલ હાર કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા આ પ્રસંગે સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને સમાજ શિક્ષિત સંગઠિત અને વ્યસનમુક્ત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અસોદર મઠના મહંત શ્રી રેવાપુરી બાપજી,દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા,થરા એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલ,જિલ્લા પંચાયત સદસ્ય ડો.હસુભાઈ વી પટેલ, અખિલ આંજણા મહાસભાના પૂર્વ મંત્રી મફતલાલ પટેલ શ્રી રાજેશ્વર આંજણા મંડળના પ્રમુખ ડો.નરેશભાઈ ચૌધરી ઉપ પ્રમુખ ડાહ્યાભાઈ ચૌધરી, ચગવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ લાલજીભાઈ,ચૌધરી લક્ષમણભાઈ ચૌધરી (શિક્ષક સણધર) ધુડાભાઈ પટેલ ભેસાણા,ભોજન પ્રસાદના દાતા સવદાનજી સુરાજી કાગ દેવકાપડી સહિત મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજ અગ્રણી વડીલો યુવાનો તેમજ બહેનો સહિત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રઘુભાઈ નાઈ (દિયોદર)