મકરસક્રાંતિ નિમિત્તે સુર્યનગર ભીલવાસના ૬૦૦ બાળકોને પતંગ અને દોરીનું વિતરણ

સમસ્ત આદિવાસી ભીલ સમાજ પાટણ ના સામાજિક આગેવાન રાજેશભાઈ જે. ઝાલા દ્વારા તેમના માતા સ્વ. સમુબેન જયતિલાલ ઝાલા ના સ્મરણાર્થે મકરસક્રાંતિ નિમિત્તે સુર્યનગર ભીલવાસના બાળકોને ૬૦૦ ઉપરાંત પતંગ અને દોરી નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજેશભાઈ જે. ઝાલા, સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર હિરવાણીયા, પાટણ શહેર ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગોવિંદભાઈ ભીલ, પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ભીલ, આદિવાસી ભીલ સમાજ સમુહલગ્ન ના મંત્રી પ્રવીણભાઈ ભીલ વિગેરે હાજર રહી બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કર્યું હતું.
પ્રવિણ દરજી (પાટણ)