દામનગર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાભડા રોડ કબ્રસ્તાન ખાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરનું બહુમાન

દામનગર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર નું બહુમાન દામનગર શહેર રાભડા રોડ પર આવેલ કબ્રસ્તાન ખાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા વર્ષ ૨૦૧૮/૧૯ના વર્ષ અંતર્ગત કમ્પાઉન્ડ હોલ ની માટે ફાળવેલ રકમ બે લા માંથી નિર્માણ થયેલ કમ્પાઉન્ડ હોલ વિઝીટ કરી ખૂબ ખુશી વ્યક્ત કરતા સમસ્ત દામનગર મુસ્લિમ સમાજના અગ્રણી શ્રી ઈકબાલભાઈ ડેરેંયા, બાવદીનભાઈ ચુડાસમા, હારૂનભાઈ ડેરેયા, ફ્રુટવાળા જુમ્માભાઈ ડેરેંયા, હુસેનભાઈ સેરશીયા, મહેબૂબભાઈ ચૌહાણ, સિપાઈ જમાત અસલમભાઈ મોગલ, હબીબભાઈ લધ્ધડ, ઇનાયતભાઈ સયેદ, હુસેનભાઈ ફ્રુટવાળા, બરક્તભાઈ ચારણીયા, ખોજા સહિત હિન્દૂ સમાજના અગ્રણી શ્રી લાઠી તાલુકા કોંગ્રેસના રામજીભાઈ ઈસામલિયા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા, મહિપતબાપુ ગોસ્વામી, રાજુભાઇ નારોલા, પ્રકાશભાઈ બી નારોલા, અરજણભાઈ નારોલા લાતીવાળા સહિત ખૂબ મોટી સંખ્યા હિન્દૂ મુસ્લિમ બંને સમાજની વિશાળ હાજરીમાં ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરનું ભવ્ય શાલ અને પુષ્પહારથી સન્માન કરાયું હતું.