ઈડર થી હિંમતનગર હાઈવે રોડ પર વાહનની ટક્કરથી અજાણ્યા ઈસમનુ મોત

ઈડર થી હિંમતનગર હાઈવે  રોડ પર વાહનની ટક્કરથી અજાણ્યા ઈસમનુ મોત
Spread the love

તારીખ 15/01/2020 ના રોજ ઈડર પો.સ્ટે વિસ્તાર ના ઈડર થી હિંમતનગર હાઈવે રોડ ઉપર આવેલ  આનંદ હોટલની નજીક કૃષ્ણનગર પાસે એક અજાણ્યા વાહને કોઈ અજાણ્યા ઇસમને ટક્કર મારી  શરીરે ગંભીર ઈજા કરી મોત નીપજાવી નાસી ગયેલ હતો તે અજાણ્યો ઇસમ  ઉંમર વર્ષ આશરે ૨૫ થી ૩૦ વર્ષ ના શરીરે સફેદ રંગનું ચોકડી વાળુ સ્વેટર જેના બોયના ભાગે તથા નીચેના ભાગે મહેદી કલરના પટ્ટા વાળુ તથા ગળામાં વાદળી રંગ કાળી લાઇનિંગ વાળો રૂમાલ હતો અને ભુખરા રંગનું નાની ચોકડી વાળુ શર્ટ તથા કમરે સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે જે અજાણ્યા પુરુષની લાશના વાલી વારસો મળી આવેલ ન હતો આ કામે તારીખ 16/01/2020 ના રોજ ઇડર પો.સ્ટે part A- 11209020200021/2020 ઈપીકો કલમ ૨૭૯ ૩૦૪ અ વિગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તો આ અજાણ્યા ઇસમ ના વાલી વારસાની માહિતી મળી આવે તો ઇડર પો.સ્ટે ટેલીફોન નંબર પર 02778 250024 ઉપર સંપર્ક  કરવા ઈડર પી.આઈ. વાઘેલા સાહેબે જણાવ્યું હતુ.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!