ઈડર ખાતે રીડ્સ ગ્રૂપ દ્વારા ઈડર તાલુકા રોહિત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ

ઈડર ખાતે રીડ્સ ગ્રૂપ દ્વારા ઈડર તાલુકા રોહિત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ
Spread the love

રિવોલ્યુશન ઇન એજ્યુકેશન એન્ડ ડેવલોપમેન્ટ ઓફ સ્ટુડન્ટ્સ ગ્રૂપ ઈડર દ્વારા સાબરકાંઠા જિલ્લાના ઈડર નગરપાલિકા ટાઉનહોલ ખાતે ઈડર તાલુકા રોહિત સમાજના શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવતા 2018-19 વર્ષમા ધોરણ 10-12  ઉતીર્ણ  થયેલ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તા.19-1-2020 ના રોજ સાબરકાંઠા જીલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરીયા અને ઈડર વડાલીના ધારાસભ્ય હિતુભાઈ કનોડીયાની અધ્યક્ષતામા યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબની પ્રતિમા આગળ દીપ પ્રગટાવી કરવામા આવી જેમા પ્રથમ મંચ ઉપર ઉપસ્થિત મહેમાનોનુ શાબ્દિક અને ફૂલછડીથી સ્વાગત કરવામા આવ્યુ અને ત્યારબાદ રીડ્સ ગ્રૂપના સભ્યો દ્વારા રોહિત સમાજના વિધાર્થીઓ માટે ગ્રૂપની નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવુતિઓ વિશે માહિતી આપવામા આવી.

સરકાર દ્વારા બહાર પાડવામા આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ વિશે ગ્રૂપના સભ્યોએ કરેલી અથાગ મહેનત વિશે માહિતી આપી આ શિક્ષણ રથમા યોગદાન આપનાર દાતાઓ અને નિષ્ણાતોનો આભાર માનવામા આવ્યો હતો અને ધોરણ 10 -12 મા 2018-19 વર્ષમા સારા ગુણ મેળવી ઉતીર્ણ થનાર વિધાર્થીઓને મહેમાનોના હસ્તે શિલ્ડ અને સન્માનપત્ર આપવામા આવ્યા હતા.

ઈડર તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન – હિતેશભાઈ રાઠોડ, ઈડર નાગરિક બેંક ડિરેક્ટર એમ.ડી. સોલંકી, સામાજીક કાર્યકર – રાજેશ પરમાર, ઈડર નગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન  દિનેશભાઇ પરમાર તથા નગરપાલિકા સદસ્યો – લક્ષ્મીબેન સોલંકી, વિશ્વાબેન પરમાર સરપંચશ્રીઓ કલ્યાણભાઈ પરમાર, લાલપુર (દાવડ) દશરથભાઈ પરમાર, લેઈ સરપંચ સુરેખાબેન પરમાર, મસાલ સરપંચ – હીરાબેન પરમાર, મેસણ સરપંચ ક્રીષ્નાબેન પરમારનુ પણ વિશેષ સન્માન કરવામા આવ્યુ હતુ.

આગામી સમયમા રીડ્સ ગ્રૂપ દ્વારા રોહિત સમાજના જરૂરિયાતમંદ વિધાર્થીઓને મફત ટ્યુશન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ મળી રહે એ માટે જાહેરાત કરવામા આવી હતી જેમા વિધાર્થિઓ નિઃશુલ્ક શિક્ષણ સેવાઓનો લાભ લઈ શકે એવી પ્રેરણાત્મક કામગીરી કરવામા આવે છે આ પ્રસંગે સમસ્ત ઈડર તાલુકા રોહિત સમાજ, જય ભીમ યુવા સંગઠન ઈડર, યસ પરીવાર – હિંમતનગર, બારીશી યુવા સંગઠન તથા ભીમ યુવા સંગઠન ખેડબ્રહ્માએ શુભેચ્છા પાઠવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!