શ્રી ભગવતસિંહજી બાલાશ્રમની સાત અનાથ દીકરીઓના લગ્ન ગોંડલના નાનામાં નાના વ્યક્તિના સહયોગથી શાહી ઠાઠમાઠથી કરવામાં આવ્યા

- ગોંડલના શ્રી ભગવતસિંહજી બાલાશ્રમની સાત અનાથ દીકરીઓ ના લગ્ન ગોંડલના નાના માં નાના વ્યક્તિના સહયોગથી શાહી ઠાઠ માઠ થી કરવામાં આવ્યા
- બાલાશ્રમનો નવ-નવ વર્ષ થી સ્વચ્છ વહીવટ ચલાવતા ચેરમેન દંપતિ અનિતાબેન રાજ્યગુરૂ અને પ્રફુલભાઈ રાજ્યગુરૂ ની મહેનત રંગ લાવી પરંતુ પ્રસંગમાં તેની ગેર હાજરી સહુની નજરે આવેલી
- પ્રસંગમાં ગોંડલના નાનામાં નાના વ્યક્તિથી લઇ ને રાજવી પરિવાર સુધીના એ અનુદાન આપેલ
- આ પ્રસંગમાં નાનામાં નાના વ્યક્તિ નું અનુદાન જોઈ પાલિકા પ્રમુખની આંખમાં આંશુ આવી ગયા હતા
- રાજવી જ્યોતિન્દ્રસિંહજી એ દરેક દીકરીને સોનાની વીંટી ભેટ આપી આશિર્વાદ આપ્યા
- રાજકોટના નિલેશભાઈ લુણાગરિયાએ દરેક દીકરી ને ૧૦૦ વારનો પ્લોટ કરિયાવર માં ભેટ આપ્યો
ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ અનાથ અને નિરાધાર બાળકો માટે ૧૯૦૩માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. અગાઉ ૧૪૪ દીકરીઓને સાસરે વળાવી હતી, આજે વધુ ૭ દીકરીઓનો લગ્નોત્સવ થયો. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની ૭ અનાથ દીકરીઓનો આજે શાહી લગ્નોત્સવ યોજાયો. ૭ દીકરીઓના લગ્નમાં શહેરની અમુક સરકારી મિલ્કત રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી. દીકરીઓ સાથે લગ્ન કરનાર વરરાજાનો બેન્ડવાજા અને ફટાકડાની આતશબાજી સાથે વરઘોડો નીકળ્યો હતો.જેમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
માંડવે જાન પહોંચતા જ વરમાળા યોજાઇ હતી. બાદમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ કરવામાં આવી હતી. રાજકોટના નિલેશભાઇ દ્વારા દરેક દીકરીને કરિયાવરમાં ૧૦૦ વારનો પ્લોટ આપવામાં આવ્યો. આ લગ્નોત્સવમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક,કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, સહિત રાજકીય આગેવાનો અને ગોંડલના રાજવી પણ હાજર રહ્યા હતા. આ શાહી લગ્નોતસ્વમાં જમણવાર પણ ગોઠવવામાં આવ્યો હતો.. જેમાં અનેક વાનગીઓ માંડવીયા અને જાનૈયાઓને પીરસવામાં આવેલી.. ગઇકાલે મંડપ વિધિ અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના રાજવી જ્યોતિન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટી આપી આશિર્વાદ આપ્યા હતા.
આ સાત દીકરીઓના લગ્ન યોજાયા
- ચાંદની અમુભાઇના લગ્ન રાજકોટના ચિરાગ કાનજીભાઇ પીપળીયા સાથે
- પુનમ શાંતિલાલના લગ્ન મોરબીના નિકુંજ પોપટભાઇ ભાલોડીયા સાથે
- મયુરી ઘનશ્યામભાઇના લગ્ન રાજકોટના કિશ ચંદુભાઇ મેંદપરા સાથે
- ચાંદની નલીનભાઇના લગ્ન જામજોધપુરના અજય અશોકભાઇ ફળદુ સાથે
- મનિષા ભગવાનભાઇના લગ્ન મોરબીના સાવન બાબુભાઇ ઉઘરેજા સાથે
- દિવ્યા અમુભાઇના લગ્ન ગોંડલના સાવન સંજયભાઇ હિરપરા સાથે
- સપના અમુભાઇના લગ્ન ઉમરાળીના રેનીશ આણંદભાઇ કથીરિયા સાથે
અગાઉ ૧૪૪ દીકરીઓના લગ્ન થયા હતા. ગોંડલ બાલાશ્રમની અનાથ દીકરીઓના દાતાઓના સહયોગથી કરાવવામાં આવ્યા છે. અગાઉ બાલાશ્રમની ૧૪૪ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા. આજે ૭ દિકરીઓના લગ્ન હોય ૧૫૧ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલના અનાથ અને નિરાધાર બાળકો માટે ૧૯૦૩માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતા અને એનું ધ્યાન રાખતા ગોંડલના લોકો પોતાની દીકરીના લગ્ન થતા હોય તેમ સામેલ થયા હતા..
માતા-પિતા વગરની આ દીકરીઓના લગ્નમાં ગોંડલના રાજકીય,ઔદ્યોગિક, સામાજિક આગેવાનોની સાથે સાથે ગોંડલના સામાન્ય પ્રજાજનો પણ પોતાની દીકરીના લગ્ન હોય એવી રીતે હરખથી જોડાયેલ.. દાતાઓ એ દાનનો ધોધ વહાવેલો અને દીકરીને અઢળક કરિયાવર સાથે સાસરે વળાવી.. આ વખતે રાજકોટના નિલેશભાઈ લુણાગરિયાએ દરેક દીકરીને કરિયાવારમાં ૧૦૦/- વારનો પ્લોટ ભેટમાં આપ્યો છે જે પ્લોટનો દસ્તાવેજ સીધો જ દીકરીના નામે થશે..
આ પ્રસંગમાં ઢોલ વગાડવા આવેલ ઢોલી ને રોકડ ભેટ આપવામાં આવેલી તેમાંથી એક ઢોલી એ પોતાને મળેલ રૂ.૧૦૦૦/-ની ભેટમાં રૂ.૫૦૦/-ઉમેરી૧૫૦૦/-રૂપિયા દીકરીઓ ને ભેટ રૂપે પરત આપતા પાલિકા પ્રમુખે ના કહેલ પરંતુ ઢોલીએ બાલાશ્રમ ની દીકરી મારી બહેન કેવાય આ પ્રસંગ મારી બહેનોનો છે તેવું કહી ૧૫૦૦/-રૂ.પરત આપતા પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયાની આંખમાં આંશુ આવી ગયેલા. નવ નવ વર્ષથી બાલાશ્રમ નો સ્વચ્છ વહીવટ ચલાવતા ચેરમેન દંપતીની આ પ્રસંગમાં ગેર હાજરીથી લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી.
અહેવાલ : આશિષ વ્યાસ
ફોટો : ગૌરવ ત્રિવેદી