કડીમાં પાર્કિંગ બાબતે થયેલ હુમલામાં પિતા-પુત્ર ઘાયલ

કડી ના કરણનગર રોડ ના નાકે પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં છ ઈસમોએ ભેગા મળી પિતાને છોડાવવા આવેલા પિતા પુત્ર અને ફરિયાદીના કાકાને હથિયારો થી માર મારતા ચકચાર ફેલાયી ગયી હતી.કડી પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. કડીના શાંતિ નિકેતન ફ્લેટ થોળ રોડ ઉપર રહેતો પિન્ટુ વિનોદભાઈ પટેલ બપોરના સમયે કડી નગરપાલિકા પાસે આવેલ નિકી પાન પાર્લર કમળ સર્કલ પાસે મસાલો ખાવા આવ્યો હતો.
કરણનગર રોડ જવાના નાકે ફ્રૂટની લારી પાસે અજાણ્યા ઈસમો ઝઘડો કરી રહ્યા હોવાનું જોતા તે ઝઘડાવાળી જગ્યાએ ગયો ત્યારે મહાવીર વાઘેલા નામનો શખ્સ તેના પિતા જોડે ઝઘડો કરી રહ્યો હોવાનું જોતા તે પિતાને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ હથિયારો ધારણ કરી ફરિયાદી પિતા પુત્રને ગડદાપાટુનો તેમજ હથિયારોથી ડાબા પગના ઢીંચણ તેમજ શરીરે માર માર્યો હતો આ સમયે ફરિયાદીના કાકા છોડાવવા આવતા તેમને પણ આરોપીઓએ માર માર્યો હતો અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કડી માં ઠેર ઠેર ગુંડા તત્વોનો જમાવડો
પિન્ટુભાઈ વિનોદભાઈ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર હથિયારો ધારણ કરી શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડવાનો ગુન્હો નોંધાવ્યો હતો. કડી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.