કડી કરણપુર કેળવણી ઉ. મંડળનું ૧૬મુ સ્નેહમિલન યોજાઇ ગયું

કડી કરણપુર કેળવણી ઉ. મંડળનું ૧૬મુ સ્નેહમિલન યોજાઇ ગયું
Spread the love

કડીના કરણપુર કેળવણી ઉત્તેજક મંડળનું ૧૬ માં સ્નેહ સંમેલન તથા ઇનામ વિતરણ સમારોહ ચંપાબેન રતિલાલ ટાઉન હોલ ખાતે સંપન્ન થયો કાર્યક્રમના અધ્યક્ષ તરીકે દિલીપભાઇ જીવનભાઇ પટેલ,દાતા.શ્રી દશરથભાઇ ડાયાભાઇ પટેલ,મુખ્ય મહેમાન કનુભાઇ.એસ.પટેલ (આચાર્ય શ્રી સર્વ વિદ્યાલય ),અતિથિ વિશેષ મયંકભાઇ.એસ.પટેલ (અલ્ફા એજ્યુકેશન)ચીફ ઓફિસર નરેશભાઇ પટેલ વિગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી તમામ મહેમાનોએ પોતાના ઉદ્દબોધનમાં બાળકો તથા વાલીઓને પ્રેરણા પુરી પાડી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે બાલમંદિરથી કોલેજ કક્ષા સુધીના કુલ ૧૦૫ વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા ધોરણ ૧૦ થી ઉપરની કક્ષાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ આપ્યા હતા છેલ્લા ચાર વર્ષથી શરૂ કરેલ લક્ષ્મી અવતાર નીધિ યોજના અંતર્ગત આ વર્ષે કરણ પૂરમાં જન્મ લેનાર કુલ ૦૪ બાળકીઓને રૂપિયા પાંચ-પાંચ હજારની રસીદ અર્પણ કરવામાં આવી હતી દાતા શ્રી દશરથભાઇ દ્વારા બાળકીઓને ઇનામ આપવામાં આવ્યા.

કાર્યક્રમના પ્રારંભે માં સરસ્વતીની વંદના સદગત સ્વજનોને શ્રદ્ધાંજલિ કુ. શિવાની તથા અવિકા દ્વારા સ્વાગત ગીત મંડળના પ્રમુખ શ્રી ખોડાભાઇ દ્વારા સ્વાગત પ્રવચન મહેમાનોનો પરિચય તથા કરણપુર પરિવાર પરિચય દર્પણ ગ્રંથ વિમોચન, કરણપુરના ૧૦ વડીલોનું વિશેષ સન્માન, લક્ષ્મી આવતાર રસીદ અર્પણ, કુ. વૈદેહી પી પટેલનું “હાર પચાવતા શીખો” વિષય પર પ્રેરક પ્રવચન, કુમારી હેલી આર પટેલનું વિદ્યાર્થી પ્રતિભાવ, કુ.આવૃતિ તથા દિશાનો સુંદર અભિનય ડાન્સ તથા બે તબક્કામાં તેના વિતરણ વિગેરે સંપન્ન થઈ શ્રદ્ધાંજલિ, સ્વાગત,પરિચય ગ્રંથ વિમોચન ની વાત શ્રી શૈલેષભાઇ સાહેબ દ્વારા કરવામાં આવ્યા અને રાષ્ટ્રગીતના કાર સાથે કાર્યક્રમનું સમાપન થયું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિયંકા કિરણભાઇ પટેલ (શિક્ષિકા શિવહરી સ્કુલ કડી )દ્વારા કરવામાં આવ્યું અંતે ભોજન પ્રસાદ લઇ છું છૂટા પડ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!