માણસા ખાતે ફિટ ઈન્ડિયા મિશન અંતર્ગત વિશાળ સાઇકલ રેલીનું આયોજન

યુવા કાર્યક્રમ એવ ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા ફિટ ઈન્ડિયા મિશન અંતર્ગત સમગ્ર ભારત ખાતે વિશાળ સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર ભારતમાં એક જ સમય અને એક જ દિવસ દરમિયાન તમામ રાજ્યો,જિલ્લાઓ અને તાલુકાની અંદર એક સાથે સાઇકલ રેલી નીકળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ખાતે રાજમાતા દેવકુંવરબા, હાઇસ્કૂલ, માણસા ખાતે વિશાળ સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૨૦ પણ વધુ વિદ્યાર્થીઓ, યુવકો તેમજ અન્ય ગ્રામજનોએ ભાગ લીધો હતો. જેમાં સમગ્ર આયોજન તેમજ કાર્યક્રમ દરમિયાન રાજમાતા દેવ કુંવરબા હાઇસ્કુલના પ્રિન્સિપલ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય યુવા કાર્યકર મોચી હાર્દિક તેમજ આકાશ પટેલે કર્યું હતું.