મોરબીમાં દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ, સ્વીકૃતિ મળે તેવા હેતુથી રેલી યોજાઈ

મોરબીમાં દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ, સ્વીકૃતિ મળે તેવા હેતુથી રેલી યોજાઈ
Spread the love
  • માં મંગલમૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળાના બાળકો રેલીમાં જોડાયા

દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ પરંતુ સ્વીકૃતિ મળે તેવા હેતુથી વિશિષ્ટ બાળકોની શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા આજે રેલી યોજવામાં આવી હતી અને આગામી પ્રજાસત્તાક પર્વના રોજ વિશિષ્ટ બાળકો પોતાની પ્રતિભા ઉજાગર કરશે જેમાં પણ નગરજનોએ પ્રોત્સાહન આપવા આમંત્રણ પાઠવ્યું હતું. મોરબીના જીઆઈડીસી નજીક વર્ષ ૨૦૦૪ થી માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા કાર્યરત છે જે શાળામાં સેલીબલ પાલસી, મેન્ટલી ચેલેન્જ તેમજ હેન્ડીકેપ બાળકોને ખાસ તાલીમ આપીને શિક્ષણ તેમજ અન્ય પ્રવૃતિઓ દ્વારા બાળકોના વિકાસ માટેના પ્રયાસો કરાય છે.

છેલ્લા ૧૦ વર્ષથી બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને પોતાની પ્રતિભા ઉજાગર કરે છે ત્યારે આગામી ૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૩ કલાકે માં મંગલમૂર્તિ શાળા ખાતે વિશિષ્ટ બાળકો અદભુત કૃતિઓ રજુ કરશે રંગારંગ કાર્યક્રમ યોજાનાર છે જે પૂર્વે આજે રેલી યોજાઈ હતી જે રેલી માં મંગલમૂર્તિ શાળાથી શરુ કરીને શહેરના ઉમિયા સર્કલ, કેનાલ રોડ, રવાપર રોડ, રામચોક થઈને શનાળા રોડ પરથી પસાર થઈને શાળા ખાતે પૂર્ણ કરાઈ હતી દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ પરંતુ સ્વીકૃતિ જોઈએ છે અને તેમને દયા નહિ પરંતુ યોગ્ય વાતાવરણની જરૂરત છે તેવો સંદેશ આપ્યો હતો તેમજ પ્રજાસત્તાક પર્વ નિમિતે બાળકો જે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરનાર છે તેને નિહાળવા આવે અને પ્રોત્સાહિત કરે તેવી અપીલ કરી હતી

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!