આંગડીયા પેઢીના કીંમતી થેલાની ચોરીના બે આરોપીઓ ઝડપી લાખોનો મુદામાલ રીકવર કરતી લીંબડી પોલીસ તથા સુરેન્દ્રનગર LCB

આંગડીયા પેઢીના કીંમતી થેલાની ચોરીના બે આરોપીઓ ઝડપી લાખોનો મુદામાલ રીકવર કરતી લીંબડી પોલીસ તથા સુરેન્દ્રનગર LCB
Spread the love
  • ફૂલપ્રૂફ પ્લાન બનાવી આંગડીયા કર્મીના કિંમતી થેલાની ચોરી કરનાર રાજસ્થાન તથા ઉતરપ્રદેશ રાજયના બે આરોપીઓ પાસેથી સોનુ વજન – પ૯૯ ગ્રામ કિ. રૂ. ૨૨,૪૦,૦૦૦/- નો મુદામાલ કબ્બે કરવામાં આવ્યો
  • પોલીસ અધિક્ષક સાહેબ મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ જીલ્લામાં બનતા ધરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે એકશન પ્લાન તૈયાર કરી, ગુન્હા શોધી કાઢવા અંગે એલસીબી પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી. એમ. ઢોલ સાહેબને તથા તમામ ડીવીઝન અધિકારી શ્રીઓ તથા થાણા અધીકારીઓને સુચના કરેલ

તાજેતરમાં ગઇ તા . ૧૨ / ૧૨ / ૨૦૧૯ ના રોજ લીંબડી ને – હા રોડ ઉપર આવેલ નંદનવન હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલ એસ . ટી . બસમાંથી કોઇ અજાણ્યા ઇસમો રાજેશ નારાયણ આંગડીયા પેઢીના પાર્સલ ભરેલ કીંમતી થેલો કે જેમાં આશરે બે કિલો સોનુ કિ . રૂા. ૭૬,૦૦,૦૦૦/- તથા સોનાના બે હાર કિ. આશરે રૂા. ૧૦,૫૦,૦૦૦/- તથા રોકડા રૂા. ૦૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂા. ૯૧,૫૦,૦૦૦/- ની મત્તા ભરેલ ઘેલાની ચોરી થયેલ હોય, જે અંગે લીંબડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર. નં – ૭૧/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૩૭૯, ૧૨૦બી મુજબના ગુન્હો રજી. થયેલ.

સદર ગુન્હો સુરેન્દ્રનગર પોલીસ માટે એક પડકાર હોય , શ્રી સંદીપ સિંધ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની સુચના મુજબ શ્રી ડી . એમ . ઢોલ પો . ઇન્સ . એલ.સી.બી.નાઓના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ એલસીબી પો. સબ ઇન્સ. શ્રી વી . આર . જાડેજા તથા એલ . સી . બી . ટીમ તથા એસ . ઓ . જી . પો . ઇન્સ . શ્રી એફ . કે . જોગલ સા . તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા તથા શ્રી ડી . વી . બસીયા નાયબ પોલીસ અધીક્ષક લીંબડી ડીવી . નાઓના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ લીંબડી પો. સબ. ઇન્સ. શ્રી એસ. આર. વરૂ તથા લીંબડી પો . સ્ટે . ની ટીમ દ્વારા અગાઉ ગુન્હાવાળી જગ્યા આજુબાજુના અમદાવાદ ગીતામંદિર તથા તેની આજુબાજુના તમામ રસ્તાઓ પરના, આંગડીયા પેઢીની આજુબાજુમાં સરકાર શ્રી દ્વારા સાસ – ગુજ પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરી, રાહદારી માણસોની પુછપરછ કરી.

હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ આરંભ કરી સતત પાંચ દિવસ સુધી , દિવસ – રાતની તપાસ બાદ સદર ગુન્હો કરવામાં રાજસ્થાન રાજયના ધોલપુર જીલ્લાના તથા ઉતરપ્રદેશ રાજયના આગ્રા જીલ્લામાં વસતા આરોપીઓની ગેંગ સંડોવાયેલ હોવાનું સ્પષ્ટ થતા ઉપરી અધિ . શ્રી ઓને આ બાબતે સંપુર્ણ માહીતગાર કરી એલ.સી.બી. પો. ઇન્સ. શ્રી ડી . એમ . ઢોલ ની આગેવાનીમાં ત્રણ પો. સબ. ઇન્સ. તથા ૧૫ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી તાત્કાલીક રાજસ્થાન રાજયના ભરતપુર, ધોલપુર જીલ્લામાં તથા ઉતરપ્રદેશ રાજયના આગ્રા, ફતેપુર સિકી વિસ્તારમાં ધામા નાખી તપાસના ચક્રો ગતીમાન કરી સદર ગુન્હામાં મોઢે બુકાની બાંધી અમદાવાદ ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેન્ડથી આંગડીયા પેઢીના કર્મચારી પાછળ બસમાં ચડી સદર ગુન્હાને અંજામ આપનાર આરોપી ઉધમસિંગ દાતારામ ગુર્જર (મારવાડી) રહે. અતિરાજકાપુરા તા. બાડી, જી. ધોલપુર, રાજસ્થાન વાળો હોય મજકુર ઇસમને પકડી તથા આંગડીયા પેઢીના વ્યવહારો, અમદાવાદ – રાજકોટ કેવી રીતે કોના દ્વારા કીમતી પાર્સલો પહોચાડવામાં આવે છે તે અંગેની તમામ રજેરજની માહીતી પુરી પાડનાર ઇસમ આ ગુન્હાનો માસ્ટરમાઇન્ડ પ્રદીપસિંહ રામપ્રકાશસિંહ પરમાર રાજપૂત રહે . રાજકોટ , સોની બજાર માંડવી ચોક, મુળ રહે. રેબીયાપુરા, તા. બસેડી , જી. ધોલપુર રાજસ્થાન વાળાને પકડી તેઓની સધન પુછપરછ કરી મજકુર બંને આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧,૦૪,૦૦૦ / – તથા સોનુ વજન ૧ કિલો ૨૬૫ ગ્રામ કિ . રૂ . ૪૮,૦૭,૦૦૦/- તથા આરોપીઓએ સદર ગુન્હો કરવામાં માટે અમદાવાદ મેધાણીનગર વિસ્તારમાંથી હીરો પ્લેન્ડર બાઇક ની ચોરી કરી ગુન્હામાં તેનો ઉપયોગ કરેલ તે બાઇક કિ. રૂ. ૩૦,૦૦૦/- , તથા ગુન્હો કરવામાં સાથે રાખેલ દેશી હાથ બનાવટનો તમંચોનંગ – ૧ કિ. રૂ. ૫,૦૦૦/ – તથા જીવતા કાર્ટીસ નંગ – ૧ કિ . રૂ . ૧૦૦ / – તથા મોબાઇલ નંગ – ૨ કિ . રૂ . ૬ , ૦૦૦ મળી કુલ રૂ . ૪૯ , ૫૨ , ૧૦૦ / – નો મુદામાલ કજે કરવામાં આવેલ.

બાદ મજકુર બંને આરોપીઓના નામ કોર્ટથી રીમાન્ડ મેળવી સહઆરોપીઓ શોધી કાઢવા તથા ગુન્હો કરવા ઉપયોગ કરેલ મુદામાલ કબજે કરવા કાર્યવાહી કરવામાં આવેલ. બાદ આ ગુન્હાનો આરોપી બાબુસીંગ માનસીંગ તોમર ઠાકુર રહેગામ નગાલા થાના , જગનેર તા. ખેરાગઢ જી. આગ્રા હાલ રહે. ઓડેલા થાના ફતેહપુર સીદી, તા. કીસવલી, જી. આગ્રા યુ.પી.વાળો આગ્રા જેલમાં હોય , અને જેલમાંથી છુટવાનો હોવાની ચોકકસ હકીકત લીંબડી પો. સબ. ઇન્સ. શ્રી એસ. એસ. વરૂને મળતા ઉપરી અધિ શ્રી ને જાણ કરી લીંબડી પોલીસની ટીમ સાથે ઉતરપ્રદેશ રાજયમાં આગ્રા ખાતે જઇ આરોપી બાબસીગ માનસીગ તોમરને આગ્રા જેલ પાસેથી પકડી, તથા આરોપી દેવેન્દ્રસીંગ ઉર્ફે કરૂઆ સતવીરસીંગ પરમાર ઠાકુર રહે. નૌની જી. આગા, ઉતરપ્રદેશવાળાને પકડી બંનેને લીંબડી લાવી ગુન્હા કામે અટક કરી નામ . કોર્ટથી રીમાન્ડ મેળવી બંને આરોપીઓ બાબુસીંગ માનસીંગ તોમર રહે. ઓડેલા, જી. આગ્રા, યુ.પી.વાળો તથા આરોપી દેવેન્દ્રસીંગ ઉર્ફે કરૂઆ સતવીરસીંગ પરમાર ઠાકુર રહે . નૌની, જી. આગ્રા ઉતરપ્રદેશ વાળાઓના કન્જામાંથી સદર ગુન્હા કામે ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી સોનુ વજન-૫૯૯ ગ્રામ કિ . રૂ. ૨૨,૪૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરવામા આવેલ છે.

આ કામના આરોપીઓની પુછપરછ કરતા સદર ગુન્હાનો માસ્ટરમાઇન્ડ પ્રદિપસિંહ રામપ્રકાશ પરમાર રહે . રાબીયાપુરા વાળો કે , રાજકોટમાં આંગડીયા પેઢીમાં કામ કરે છે તે છે . આજથી આશરે છએક મહીના પહેલા સદર આંગડીયા પેઢીને લુંટવાનો પ્લાન બનાવેલ . જે પ્લાનમાં દેવેન્દ્રસીંગ ઉર્ફે કરૂઆ સતવીરસીંગ પરમાર (ઠાકુર) રહે . નૌની જી . આગ્રા ઉતરપ્રદેશ તથા સંતોષ ખુશીરામ ગેહલોત તથા બાબુસીંગ માનસીંગ તોમર રહે . ઓડેલા જી . આગ્રા યુ . પી તથા ઉધમસીંગ બતારામ ગુર્જર તથા પુષ્કર પ્રવલસિંહ ઝાટ રહે . ફતેપુર સીકી જી . આગ્રા યુ . પી . તથા બ્રિજેન્દ્રસિંગ રાજપુત તથા બબ્બે મુસ્લીમ તથા સતીષ તથા દિનેશસીંગ ગુર્જર રહે . બિહારીકાપુરા તા . બારી જી ધોલપુર રાજસ્થાન તથા સુંદર તથા સંદીપ પંડીત તથા સંતોષ ગેહલોત તથા સંજુ તથા મુનેશસીંગ તથા કાન્હો તથા દીપકસીંગ સામેલ થયેલા.

તમામ આરોપીઓએ સાથે મળી ફુલપુફ પ્લાન બનાવી અલગ અલગ કામગીરી સંભાળી ગુન્હાને અંજામ આપવા સારૂ અમદાવાદ લાલ દરવાજા તથા બાપુનગર વિસ્તારમાં અલગ અલગ હોટલો ગેસ્ટહાઉસમાં લાંબા સમય સુધી રોકાઇ આંગડીયા પેઢીની , પેઢીમાં કામ કરતા માણસોની , આંગડીયા પેઢીના વ્યવહારોની ચોકકસ રેકી કરી , ગુન્હો કર્યાના એક દીવસ પહેલા અમદાવાદ મેધાણીનગરમાંથી હીરો પ્લેન્ડર બાઇકની ચોરી કરી . આંગડીયા પેઢીના કર્મચારી પ્રવીણભાઇ અમદાવાદ ગીતામંદિરમાંથી એસ . ટી . બસ માં બેસતા બાબુસીંગ તથા ઉધમસીંગ તે બસમાં બેસી લીંબડી નંદનવન હોટલ સુધી આવી , થેલાની ચોરી કરી , ચોરેલા બાઇક સાથે દેવેન્દ્રસિંગ ઉર્ફે કરૂઆ સાથે બેસી ત્યાંથી ચુડા રેલ્વે સ્ટેશન નજીક જઇ ગુન્હો કરવામાં ઉપયોગ કરેલ મો . સા . તથા હથીયાર તમંચો – કારતુસ તથા પોતે પહેરેલ કપડા સંતાડી ત્યાથી અન્ય વાહન મારફતે રવાના થઇ લીબડી આવી ત્યાથી ટ્રાવેલ્સ મારફતે અજમેર અને ત્યાથી જયપુર ત્યાંથી ફતેપુર સીકી ગયેલ . ત્યા મુદામાલનો ભાગ પાડી લીધેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન સ્પષ્ટ થયેલ છે .

આમ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા ગણત્રીના સમયમાં પડકારરૂપ કહી શકાય તેવો અનડીટેકટ લાખોની કીંમતની આંગડીયા ચોરીનો ભેદ ઉકેલી સંડોવાયેલ આરોપીઓ પકડી કુલ રૂ . ૭૧ , ૯૨ , ૧૦૦ / નો મુદામાલ રીકવર કરી ચોર – મુદામાલ શોધી કાઢવામાં આવેલ છે.  શ્રી ડી . એમ . ઢોલ પોલીસ ઇન્સપેક્ટર એલ . સી . બી . સુ . નગર તથા એલ . સી . બી . ટીમના પો . સબ . ઇન્સ . શ્રી વી . આર . જાડેજા તથા શ્રી એફ . કે . જોગલ પો . ઇન્સ . એ . એસ . ઓ . જી . સુ . નગર તથા એસ . આર . વરૂ પો . સ . ઇ . લીંબડી પો . સ્ટે . તથા એલ . સી . બી . સુ . નગરના પો . હેડ . કોન્સ . જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા પો . કોન્સ . સંજયભાઇ પ્રવિણભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા એસ . ઓ . જી . શાખા ના એ . એસ . આઇ . દાજીરાજસિંહ ડાયાભા તથા પો . હેડ . કોન્સ . હરદેવસિંહ જીલુભા તથા મહીપતસિંહ હેમતસિંહ તથા પો . કોન્સ . ભરતસિંહ હમીરભા તથા ગોપાલભાઇ તથા લીંબડી પો . સ્ટે . ના રાઇટર એ . એસ . આઇ . બાબુલાલ તથા પો . હેડ . કોન્સ . દશરથસિંહ લાલજીભા તથા ચંદુભાઇ પ્રભુભાઇ તથા પો . કોન્સ . હરદીપસિંહ સહદેવસિંહ તથા ગૌતમસિંહ દશરથસિંહ એ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોર – મુદામાલ શોધી કાઢી આંગડીયા ચોરીનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!