દામનગર નગરપાલિકા દ્વારા શેઠ શ્રી એ.સી.મહેતા હાઇસ્કૂલ ખાતે ૭૧મા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની રંગારંગ ઉજવણી કરાશે

દામનગર શહેરમાં ૭૧મા પ્રજાસત્તાક પર્વની નગરપાલિકા આયોજિત રંગારંગ ઉજવણી શેઠ શ્રી એમ. સી. મહેતા હાઇસ્કૂલ ખાતે નાયબ મામલતદાર સાહેબ શ્રી વી. જે. ડેરના વરદહસ્તે ધ્વજવંદનને સ્લામી અપાશે. દામનગર શહેરની નગરપાલિકા પ્રમુખ સદસ્યો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ શેક્ષણિક સંસ્થાઓ શિક્ષણગણો શહેરીજનોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વ ને પુરા અદબથી ઉજવવા પાલિકા તંત્ર દ્વારા સુંદર આયોજન કરાયું છે.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા