ધાનેરામાંથી ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને જડપી પાડતી બનાસકાંઠા એલ.સી.બી.

શ્રી સુભાષ ત્રિવેદી બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જીલ્લામાં બનતા મીલ્કત સંબધી ગુન્હાઓ અટકાવવા આપેલ સુચના કરતા શ્રી એન.એન. પરમાર ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ અ.હેડ.કોન્સ યશવંતસિંહ તથા અ.હેડ.કોન્સ. લાલજીભાઈ તથા અ.પો.કોન્સ. વિજયસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પો.સ્ટે. વિસ્તારમાં મીલ્કત સંબધી ગુન્હાઓ મીલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ધાનેરા નેનાવા ત્રણ રસ્તા પાસેથી ઓખાભાઈ મસરા ભાઈ જાતે-લુહાર રહે-ગોલા તા-ધાનેરાવાળાને એક મોટરસાયકલ સાથે ઝડપી તેઓની પુછપરછ દરમ્યાન મોટરસાયકલ અંગે પૂછતાં તથા મોટરસાયકલના સાધનિક કાગળો માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવતા મોટર સાયકલ કબજે કરી સદરહુ મો.સા બાબતે પુછપરછ કરતા જડિયા ગામેથી ચોરેલ હોવાનું કબૂલ કરેલ છે.
રાજસ્થાન રાણીવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક મોટરસાયકલ ચોરલ હોવાનું કબુલ કરેલ જેનો ગુ.ર.ન.-167/19 ઈ.પી.કો.ક-379 મુજબ દાખલ થયેલ છે જેથી સદરહુ મો.સા. નંગ કિ.રૂ. 25,000/-ની ગણી મળી આવેલ જે મુદ્દામાલ તેમજ પકડાયેલ ઇસમ વિરૂધ્ધ ધાનેરા પો.સ્ટે. ૪૧(૧)ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.