ભેસાણ તાલુકાના રાણપુર ખાતે “બેટી બચાવો બેટી પઢાવો બેટી વધાવો” વિશે શિબિર

તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પૂજા મેડમ તેમજ પી.એચ.સી. રાણપુરના મે. ઓ. ડો. સમા સાહેબ તથા ડો. ટાંક સાહેબના માર્ગદર્શન નીચે રાણપુર તેમજ વાંદરવડ “બેટી બચાવો બેટી પઢાવો બેટી વધાવો” વિશે એક વિશાળ શિબિરનું આયોજન કરેલ જેમાં રાણપુરનો સેક્સ રેશિયો એટલે 1000 છોકરાઓનાં જન્મ સામે 579 છોકરીઓ જન્મી છે અને વાંદરવડમા 1000 છોકરાઓ સામે 565 છોકરીઓ જન્મી હોય જે સમાજ માટે એક મોટી સમસ્યા સાબિત થઈ રહેલ હોય “જન જાગૃતિ” માટે આ ગામોમાં બેટી બચાવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)