ધારી ખાતે આરોગ્ય વિભાગની ઝોનલ રીવ્યુ મીટીંગ મળી, આરોગ્ય તંત્રની બેનમૂન કામગીરીની સમીક્ષા

- ધારી ખાતે આરોગ્ય વિભાગ ની ઝોનલ રિવ્યૂ મિટિંગ યોજાઈ આરોગ્ય તંત્ર ની બેનમૂન કામગીરી ને વધુ બહેતર બનાવતી સમીક્ષા
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ ના અધ્યક્ષ સ્થાને ઝોનલ રિવ્યૂ મિટિંગ નું આયોજન તાલુકા આરોગ્ય કચેરી ધારી ખાતે થયેલ હતું. જેમાં જિલ્લા કક્ષા ના આરોગ્ય અધિકારીઓ ડૉ. એચ.એફ.પટેલ, ડૉ. આર.કે.જાટ દ્વારા ધારી અને ખાંભા તાલુકા માં આરોગ્ય વિભાગ અંતર્ગત ચાલતા તમામ કાર્યક્રમોનું લક્ષ્યાંક અને તેની સામે થયેલ કામગીરી નું મૂલ્યાંકન કરવા માં આવ્યું હતું. આ મીટીંગ માં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.મકવાણા અને ડો. હેતલ ગળથીયા એ તમામ કર્મચારીઓ ને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું હતું. જેમાં બંને તાલુકા માં આવતા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરો, આર.બી.એસ.કે. સ્ટાફ, સી.એચ. ઓ, સુપરવાઇઝરો, આરોગ્ય કાર્યકરો અને ઓપરેટરો હાજર રહ્યા હતા
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા