સુરેન્‍દ્રનગર ખાતે રાષ્‍ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ

સુરેન્‍દ્રનગર ખાતે રાષ્‍ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ
Spread the love
  • ચૂંટણીમાંશ્રેષ્‍ઠ કામગીરી કરનાર સુરેન્‍દ્રનગર જિલ્‍લાના અધિકારી/કર્મચારીઓનું સન્‍માન કરાયું

મતદાન આપણી પવિત્ર ફરજ છે, મતદાન થકીઆપણી લોકશાહી મજબૂત બને તે માટે લોકો દ્વારા,લોકો માટે અને લોકો થકી ચાલતી આ લોકશાહી પ્રણાલીમાં પ્રત્યેકમતદારે જ્ઞાતિ – જાતિના ભેદભાવથી પર ઉઠીને રાજ્ય –રાષ્‍ટ્રના વિકાસ માટે મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવી પડશે. ’’ તેમ આજેસુરેન્‍દ્રનગર સ્‍થિત શ્રી રંભાબેન ટાઉનહોલ ખાતે યોજાયેલા રાષ્‍ટ્રીય મતદાતાદિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે કલેકટરશ્રી કે.રાજેશે જણાવ્‍યું હતુ.નાયબજિલ્‍લા ચુંટણી અધિકારીશ્રીબી. કે. જોષીએ ઉપસ્‍થિતસર્વેને આવકારી રાષ્‍ટ્રીય મતદાર દિનની ઉજવણીની વિસ્‍તૃત વિગતો આપી હતી અને જણાવ્‍યુંહતું કે, લોકોમાં અને તેમાંય ખાસ કરીને યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેજરૂરી છે. ભારતની સૌથી મોટી શક્તિ મતદારો પાસે રહેલી છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારામતદારોને મતદાન કરવામાં વધુ સરળતા રહે તે માટેનું કાર્ય કરવામાં આવે છે, તેમ છતાંહજુ પણ ઘણા લોકો મતદાન કરવા આગળ નથી આવતાં તેવા તમામ મતદારોમાં મતદાન પ્રત્યેજાગૃતિ લાવી ભાઈઓની સાથે બહેનો પણ મતદાન પ્રક્રિયામાં જોડાઈને અચૂક મતદાન કરેતેવું કાર્ય આપણે સૌએ સાથે મળીને કરવું પડશે તેમ પણ વધુમાં ઉમેર્યું હતું. આપ્રસંગે નાયબ ચૂંટણી અધિકારીશ્રી બી. કે. જોષીએરાષ્‍ટ્રીય મતદાર દિવસ અંતર્ગત યુવા રેલીને લીલી ઝંડી આપી જિલ્‍લા કલેકટર કચેરીથીપ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર પસાર થઈ સુરેન્‍દ્રનગરસ્‍થિત શ્રી રંભાબેન ટાઉનહોલ ખાતે પૂર્ણ થઇ હતી. રેલીમાં શહેરની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓ જોડાયા હતાં.

આ પ્રસંગે શ્રેષ્‍ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીશ્રી બી. કે. દવે, શ્રેષ્‍ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે પાટડીમામલતદારશ્રી કે. એસ. પટેલ, લોકસભા ૨૦૧૮-૧૯ની ચૂંટણીમાં શ્રેષ્‍ઠ કામગીરી બદલ વઢવાણ તાલુકા વિકાસ અધિકારીશ્રી ઋતુરાજસિંહ જાદવ, શ્રેષ્‍ઠ નાયબ મામલતદારશ્રી (મતદાર યાદી) તરીકે મનીષભાઈ આચાર્ય (પ્રાંત કચેરી ચોટીલા), અશોકભાઈ બોલણીયા (મામલતદાર કચેરી સાયલા), રાજેશભાઈ વઢેર (મામલતદાર કચેરી સાયલા), સેકટર ઓફીસરશ્રી રામદેવસિંહ રાણા, રફ્યુદિન સૈયદ, અભુભાઈજમોડ, રાજેશભાઈ ગાંભવા, શ્રેષ્‍ઠ બુથ લેવલ ઓફીસરશ્રી ભુપતભાઈ પરમાર, હિરેનભાઈ ચૌહાણ, અશોકભાઈ લકુમ, ગોરધનભાઈ રાઠોડ, બીપીનભાઈખરાડી, શ્રેષ્‍ઠકેમ્‍પસ એમ્‍બેસેડરશ્રી કુમારી નશરીન વોરા, શંશાકભાઈ દોશી,શ્રેષ્‍ઠ મતદાર સાક્ષરતા ક્લબ અંતર્ગત શ્રીઅંકિતભાઈ ગોયલ, શ્રીરમેશભાઈ મકવાણા,શ્રીટી.એમ.મકવાણા, શ્રીમંગલભાઈ વણકર, શ્રેષ્‍ઠ ચુનાવપાઠશાળાઓમાં શ્રીજીતેન્દ્રભાઈ સાગઠિયા, શ્રીચેતનકુમાર મકવાણા,શ્રીગૌતમભાઈ પાડલીયા, સ્વીપ એક્ટીવીટીસ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત ડો. ચિરાગફુલતરીયા તેમજ જિલ્લા કક્ષાએ મતદારયાદી સુધારણાકાર્યક્રમ અંતર્ગત સીસ્ટમ સુપરવાઈઝર તરીકે શ્રેષ્‍ઠ કામગીરી બદલ નરેશભાઈ અલગોતરાને પ્રમાણપત્ર આપી કલેકટરશ્રીતથા જિલ્‍લા વિકાસ અધિકારીના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં.

યુવા મતદાર મહોત્‍સવ-૨૦૧૯અંતર્ગત જિલ્લા કક્ષાએ પોસ્ટર ડિઝાઈન સ્‍પર્ધામાંવિજેતા કણજરીયા આશાબેન, ગાડલીયા આરતીબેન, કણાગરા ઉર્વીબેન તથાજિંગલ્સ કેટેગરીમાં સતાપરા હાર્દિકને મહાનુભાવોના હસ્‍તે રોકડ પુરસ્‍કાર તેમજપ્રમાણપત્ર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવેલ હતાં. આ પ્રસંગેસન્‍માન પામેલ અધિકારીશ્રીઓએજિલ્લા વહિવટી તંત્ર પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્‍યું હતુ કે, આ સન્માન એતેમની કામગીરી તથા કર્મચારીશ્રીઓની સંયૂક્ત અને સંનિષ્‍ઠ કામગીરી દ્વારા કરવામાંઆવેલ છે.પ્રારંભમાં શાળા એમ.એલ.દોશી પીટીસી કોલજની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજુ કરીહતી. આ પ્રસંગે નાયબ કલેકટરશ્રીઓ, જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી,એમ.પી. શાહ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજના પ્રિન્‍સિપાલશ્રી ડો. હિંમત ભાલોડીયા સહિત શાળા, કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો બહોળી સંખ્‍યામાંઉપસ્‍થિત રહયા હતાં. આ પ્રસંગના અંતે ઉપસ્થિત તમામે લોકશાહી તંત્ર પર નિરંતરશ્રદ્ધા ચૂંટણીની ગરિમા જાળવી રાખી મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

દિપકસિંહ વાઘેલા (લીંબડી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!