સુરેન્દ્રનગર : એસ. પી. વિધાલયમાં આધુનિક અટલ લેબનુ ઉદઘાટન

સુરેન્દ્રનગર : એસ. પી. વિધાલયમાં આધુનિક અટલ લેબનુ ઉદઘાટન
Spread the love

સુરેન્દ્રનગર શહેરમાં સરદાર પટેલ વિધાલય માં નવી અને મેઈન બિલ્ડીંગ માં અતિ આધુનિક અટલ લેબ બનાવવામાં આવેલ છે અત્યારે હાલના ટેકનોલોજી યુગમાં આધુનિક સાધનોથી અનેક પ્રયોગો શોધ સંશોધન અને ટેકનોલોજી ના સાધનો બનાવતા વિધ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન શાળા ની લેબમાં જાતે જ શીખે તે માટે સરકારશ્રીના નીતિ આયોગનાં સહયોગથી એસ. પી. વિધાલયમાં બે અટલ લેબ શરૂ કરવામાં આવી છે.

આ અટલ લેબ નુ શાળા ના મેઈન બિલ્ડીંગ ખાતે ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને ઈસરોના વૈજ્ઞાનિક સતિષ રાવ,રાણાસાહેબ,વિપુલસર ભાવિકસર,દ્વારા કરવામાં આવ્યું તેમજ નવા બિલ્ડીંગ ખાતે અટલ લેબ નુ ઉદઘાટન સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા અને ઈસરોના વૈજ્ઞાનિક વિપુલભાઈ અને ભાવિકભાઈ ના દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઈસરોના વૈજ્ઞાનિક સતિષ સાહેબે બાળકોને ઈસરોની કાર્યપદ્ધતિ અને ઈસરોના નોકરી તકો અંગે ની માહિતી વિધ્યાર્થીઓ ને આપી હતી ત્યારે ધારાસભ્ય ધનજીભાઈ પટેલે જણાવયુ હતુ.

આવનારા સમયમાં સુરેન્દ્રનગર માંથી 100 વૈજ્ઞાનિકો ઈસરોમાં મોકલવા છે  તેવા ઉદેશ્ય સાથે બાળકોને વૈજ્ઞાનિક બનવાનો સંદેશ આપ્યો હતો જ્યારે સાંસદ સભ્ય ડાઁ મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબે આપણા જીવનમાં સેટેલાઈટ રોજ બરોજ ના કાર્ય માં અને ઉપરાંત અનેક સમસ્યા નો ઉકેલ મા કેવી રીતે ઉપયોગી છે તે માહિતી આપી અને ઈસરો ની કામગીરી ને બિરદાવી હતી આ સમગ્ર કાર્યક્રમ ના અંતમાં એસ પી વિધાલય ના સંચાલક વંસતભાઈ પટેલ તથા કે.એન પટેલે શાળા ની અટલ લેબ નું ઉદઘાટન કરવા બદલ ઈસરોની વૈજ્ઞાનિક ટીમ અને સાંસદ તેમજ ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!