પાટડી તાલુકાના દેગામ ગામના જંગલમાં સંતાડી રાખેલ વિદેશી ફદારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

- ક્રેઝી રોમીયો વ્હીસ્કી ૧૮૦ મીલીની વિદેશી દારૂની નાની બોટલો નંગ – ૪૮૦ કી . રૂા . ૪૮ , ૦૦૦ / – નો મુદામાલ ઝડપાયો
પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી / જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી ડી . એમ . ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ . સી . બી . સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી ડી . એમ . ઢોલ સાહેબનાઓએ એલ . સી . બી . ટીમને પ્રોહી / જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ . સી . બી . ટીમ દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે , સીરાજખાન ભાણજીખાન જતમલેક રહે દેગામ તા . પાટડી વાળાએ દેગામ ગામે , કાકરા વાળી તલાવડીની બાજુમાં બાવળની કાંટ , જંગલ વિસ્તારમાં પોતાના કબજામાં ગે . કા . વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખેલ છે . જે ચોકકસ બાતમી આધારે હકિક્ત વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા ઉપરોકત બાતમી વાળી જગ્યાએથી ગે – કા પાસ પરમીટ વગર ક્રેઝી રોમીયો વ્હીસ્કી ૧૮૦ મીલીની નાની બોટલો નંગ – ૪૮૦ કી . રૂા . ૪૮ , ૦૦૦ / – ના મુદામાલ સાથે આરોપી સીરાજખાન ભાણજીખાન જતમલેક રહે દેગામ તા . પાટડી વાળાને પકડી પાડી મજકુર આરોપી વિરુધ્ધ પ્રોહી ધારા મુજબ બજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .
રેડીંગ પાર્ટી – એલ . સી . બી . ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી . એમ . ઢોલ સાહેબના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ . વી . આર . જાડેજા સાહેબ તથા એ . એસ . આઇ . નરેન્દ્રસિંહ દીલાવરસિંહ ચુડાસમા તથા વાજસુરભા લાભુભા ગઢવી તથા નારણભાઇ દેવજીભાઇ તથા પો . હેડ . કોન્સ . જુવાનસિંહ મનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા ચમનલાલ જશરાજભાઇ તથા પો . કોન્સ . જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ એ રીતેની ટીમ દ્રારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે .
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)