લીંબડી-રાજકોટ રોડ પર ખાનગી બસની ટક્કરે એકનું મોત નિપજ્યું

લીંબડી – રાજકોટ રોડ પર મહાસાગર ટ્રાવેલ્સ G J. 11 TT 9901 ની ખાનગી બસ પુર ઝડપે આવતા અને ગફલત ભરી રીતે તેના દ્રાઈવરે ગફલત રીતે ચલાવીને બોડીયા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતા દરમ્યાન ખાનગી બસે સાંજના સમયે સાયકલ સવાર હેમુભાઈ સિવાભાઈ સીતાપરા ઉ.આ.63 ને હડફેટે લઈ તેઓને માથામાં તથા બને પગે ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજાવેલ. આ ઘટના ની જાણ લીંબડી પોલીસને થતા ઘટના પોલીસ સ્ટાફ ઘટના સ્થળેથી પહોંચીને ખાનગી ગાડીનો કબ્જો લઈ તેની સામે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ આદરેલ છે.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)