અસારવા – મેઘાણીનગર ખાતે મોંઘવારી વિરૂધ્ધ સૂત્રોચાર

અસારવા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાંજે ૪-૩૦ વાગે મોંઘવારી વિરૂધ્ધ રેલી યોજવામાં આવેલ. અસહ્ય ડુંગળીના ભાવ, ગેસના બાટલાના ભાવ, શાકભાજી સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ દિવસે દિવસે વધતા જાય છે. જેના વિરૂધ્ધમાં અસારવા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા રામેશ્વર ચાર રસ્તા થી મેઘાણીનગર શાકમાર્કેટ થઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશન, હાઉસીંગ બોર્ડ થઈ રત્નાસાગર ચાર રસ્તા સુધી મોંઘવારી વિરૂધ્ધ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં અસારવા વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામુભાઈ પટણી, શ્રી પ્રવિણસિંહ આર. દરબાર, શ્રી કૌશિકસિંહ ચૌહાણ, શ્રી દિનેશસિંહ શેખાવત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.