મહેસાણા જિલ્લામાં દિવંગત સૈનિકોના પરિવારના સભ્યોનું સ્નેહમિલન

મહેસાણા જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ખાતે દિવંગત સૈનિકોના પરિવારના સભ્યોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું સ્નેહમિલનમાં સૈનિકોના પરિવારને આર્થિક આયોજન અને સરકારી યોજનાના લાભો વિશે વિશેષ માર્ગદર્શન આપી સમાજમાં સ્વમાનભેર જીવન જીવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે સૈન્યમાં તેવા લોકો ભરતી થતા હોય છે જેઓ રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના રાખતા હોય છે પરંતુ જ્યારે સૈન્યમાં તે જવાનો શહીદ કે ઇજાગ્રસ્ત પામતા હોય ત્યારે તેમના પરિવારો પર આર્થિક આયોજનોનું સંકટ ભવિષ્યના સમયમાં બની શકે છે.
મહેસાણા જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી દ્વારા આવા ક્ષતિગ્રસ્ત અને દિવંગત પામેલા સૈનિકોના પરિવારને નાણાકીય સાક્ષરતા પ્રાપ્ત થાય અને આર્થિક આયોજન સફળ બને તે હેતુ થી એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવંગત સૈનિકોના પરિવારના સભ્યોને વિવિધ સરકારી યોજનાઓ અને બાળકોના સારા અભ્યાસ માટેના સૂચનો સાથે જ સરકાર દ્વારા કાર્યરત કૌશલ્ય વર્ધક તાલીમ કેન્દ્રોનો લાભ લઇ કેવી રીતે સ્વનિર્ભર બનવું તેવી માહિતીઓ આપવામાં આવી હતી આ પ્રસંગે શહેરના જાગૃત નાગરિક દ્વારા આ પરિવારોને ભેટ આપી સન્માનિત કરાયા હતા ત્યારે ચોક્કસ થી કહી શકાય કે દિવંગત સૈનિકોના બલિદાનને આજે મહેસાણા જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી પરિવાર દ્વારા સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.