બેકાબૂ કાર થાંભલા સાથે અથડાતા આગ લાગી, બાળકનો બચાવ

બેકાબૂ કાર થાંભલા સાથે અથડાતા આગ લાગી, બાળકનો બચાવ
Spread the love

સુરત,
સુરતમાં એક એવી ઘટના બની છે તે જાણીને ભલભલાના રુવાડા ઉભા થઇ જાય ઉગત કેનાલ રોડ પર આવેલ એસએમસી આવાસમાં એક કારે પ્રવેશ કર્યો હતો. ગાડી પ્રવેશ કરતાની સાથે ડ્રાઇવરે ગાડીના Âસ્ટયરીંગ પરનું નિયંત્રણ ગુમાવી નાખ્યું હતું જેને લઇને આવાસમાં પાર્ક કરેલ બાઇકોને પહેલાં અડફેટે લઈને તેનો કચ્ચરઘાણ બોલાવ્યો હતો ત્યારબાદ આગળ વધતા રસ્તામાંથી પસાર થતા બાળક અડફેટે આવતાઆવતા બચ્યો હતો જેને લઇને બાળકનો ચમત્કારી બચાવ થયો હતો.

જાકે તે સમયે ગાડી નજીકમાં આવેલ ઇલેÂક્ટ્રક પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને લઇને આ ગાડીમાં આગ લાગી જવા પામી હતી. ગાડી અથડાવાના અવાજથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોકો એ જાયું કે ગાડીમાં આગ લાગી છે જેને લઇને ગાડીમાં સવાર લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢીને બહાર બેસાડી ગાડીમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જાકે આ સમયે રાહદારીઓ રસ્તા પર હોત તો ગાડી અનેકને અડફેટે લઈ લેત અને જા સ્થાનિક લોકો ન આવ્યા હોત તો ગાડીમાં બેસેલ લોકો બળીને ભડથું થઈ જાત. જાકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!