જાતિના ખોટા પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળનારા સામે આદિવાસીઓનું આંદોલન

જાતિના ખોટા પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળનારા સામે આદિવાસીઓનું આંદોલન
Spread the love

ગાંધીનગર,
છેલ્લા દસ દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસીઓ આંદોલન કરી રહ્યા છે. તેમની માંગણી છેકે આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્રો મેળવીને કેટલાક લોકો સરકારી નોકરીઓ મેળવી રહ્યા છે જેને કારણે તેમના મૂળભૂત અધિકારોનુ હનન થઇ રÌš છે. આજે આદિવાસીઓના આંદોલનનો અગિયારમો દિવસ છે ત્યારે સમગ્ર રાજ્યમાં થી આદિવાસીઓને ગાંધીનગર ખાતે આવી પહોંચવા આદિવાસી સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યુ હતુ.

પરંતુ, આદિવાસીઓ ગાંધીનગર પહોંચે એ પહેલાજ સ્થાનિક પોલીસ દ્વારા આદિવાસીઓને ડીટેઇન કરી લેવામાં આવ્યા હતા.જેમાં કોગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલનો પણ સમાવેશ થાય છે. જાકે નિઝરના કોંગ્રેસના ધારાસભ્ય સુનિલ ગામીત અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી તેમના સમર્થકો સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચવા મા સફળ રહ્યા હતા અને તેઓએ આ આંદોલનને તેમનો ટેકો જાહેર કર્યો હતો અને જા રાજ્ય સરકાર આ મુ્‌દ્દે કોઇ નિર્ણય નહી લે તો આગામી સમયમાં આંદોલનને ઉગ્ર બનાવવાની તેમજ વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!