કડીમાં નવાપુરામાં ખોડિયાર મંદિરમાં નવચંડી યજ્ઞ અને અન્નકૂટનું આયોજન

કડીના નવાપુરામાં ખોડિયાર જયંતી નિમિતે રવીવારના રોજ ખોડીયાર માતાજીના મઢમાં નવચંડી યજ્ઞ અને 108 અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાત્રે માતાજીનો માંડવો અને જાતરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગોગા ધામ કાસ્વાથી પધારેલ ભુવાજી રાજા ભગત તેમજ બીજા બહાર ગામથી આવેલા ભુવાજીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને માઇભક્તોએ સાથે મળી પ્રસાદ લીધો હતો.