કડી પોલીસ સ્ટેશનમાં રેલીને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક મળી

કડીમાં નાગરિકતા કાયદાની તરફેણમાં બુધવારના રોજ નિકળનાર મહારેલી ના આયોજન ના ભાગરૂપે કડી પોલીસ સ્ટેશનમાં મંગળવારના રોજ કડી પી.આઈ. ઓ.એમ.દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. કડીમાં બુધવારના રોજ CAA અને NRCના કાયદાની તરફેણમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાયી રહે તે માટે કડી પોલીસ સ્ટેશનમાં સર્વ સમાજના આગેવાનો દ્વારા શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી.શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી બેઠક મળી હતી જેમાં કાયદાનું પાલન કરવું અને વ્યવસ્થા જાળવી રાખવી તેવા સૂચનો આગેવાનોએ કર્યા હતા.
બેઠકમાં કડી પોલીસ સ્ટેશનના પી.આઈ. ઓમ.દેસાઈ, પી.આઈ. રામાણી, પ્રકાશ પટેલ (રાજમોતી), શૈલેષભાઇ પટેલ, અબ્દુલ દલાલ, રમેશ પટેલ (આદુંદરા), ભુપેન્દ્રભાઈ પટેલ (વિહિપ અગ્રણી), અશ્વિનભાઈ પટેલ (કરણનગર), ફરીદ મહેતા, રમેશભાઈ ચાવડા (પૂર્વ ધારાસભ્ય કડી) જિજ્ઞેશ પટેલ, ચિરાગ પટેલ, તારક પટેલ સહિતના આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ઘટે નહિ તેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા મનિષસિંહ દ્વારા આશરે 600થી વધારે પોલીસ જવાનો તથા એસ.ઓ.જી. એલ.સી.બી. પેરોલ સ્કવોડ સહિતની જુદી જુદી ટીમો શહેરમાં ચાંપતો બંદોબસ્ત રાખશે.