વિજયનગર આર્ટસ કોલેજ માં સપ્તધાર અંતર્ગત કાર્યક્રમ યોજાયો

રાજપુર કેળવણી મંડળ સંચાલિત , વિજયનગર આર્ટસ કોલેજ , વિજયનગર ખાતે -આજ રોજ તારીખ ૦૪ / 0૨ / ર૦ર૦ના રોજ વિજયનગર તાલુકા પંચાયતના પર્વ ઉપપ્રમુખ તથા તાલુકા સદસ્ય શ્રી અરવિંદભાઇ એમ . પટેલના અધ્યક્ષ સ્થાને સપ્તધારા અંતર્ગત થનગનાટ – ૨૦૨૦ની કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમ ની શરૂઆત ભારતીય સાંસ્કૃતિ પરંપરા મુજબ પ્રાર્થના થી કરવામાં આવી . આ કાર્યક્રમમાં રાસ – ગરબા , સમૂહ નૃત્ય , એકાંકી નૃત્ય , એકપાત્રીય અભિનય , ગાયન – વાદન વગેરે પ્રકારના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યાં . સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના બંને જનરલ સેક્રેટરી તથા લેડિઝ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા કરવામાં આવ્યું . કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ . એલ . એસ . મેવાડા તથા અધ્યાપકશ્રીઓ તેમજ સહ – શૈક્ષણિક સ્ટાફ મિત્રોના સહકાર અને માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો .
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)