જોટાણા કુમાર પ્રાથમિક શાળામાં ખાતે નિષ્ઠા પ્રોજેકટની પાંચ દિવસીય તાલીમ

જોટાણાની કુમાર પ્રાથમિક શાળામાં સોમવાર થી શુક્રવાર સુધી પાંચ દિવસીય યોજાયેલી તાલીમમાં બેચરાજી અને જોટાણા તાલુકાના 148 જેટલા શિક્ષકોએ તાલીમાર્થી તરીકે ભાગ લીધો હતો જેમાં શિક્ષકોની ગુણવતા સુધારણા જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. તાલીમમાં 17 જેટલા અલગ અલગ મોડ્યુલ બનાવવામાં આવ્યા હતા. જેમાં શાળાના નેતૃત્વ, પૂર્વ શાળા શિક્ષણ, શાળાઓમાં પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ, અધ્યાપન અને અધ્યયન પ્રક્રિયામાં જાતિગત પરિણામોની પ્રસ્તુતતા, વૈયક્તિ-સામાજિક ગુણોનો વિકાસ અને સલામત તેમજ સ્વાસ્થ્ય શાળા ભાવાવારણનું નિર્માણ, કલા સંકલિત શિક્ષણ, શાળા આધારીત મૂલ્યાંકન, શાળાઓમાં આરોગ્ય અને સુખાકારી, અધ્યન, અધ્યાયન અને મુલ્યાંકનમાં ICTનું સંકલન તેમજ જુદા-જુદા વિષયોનું અધ્યાપનશાસ્ત્ર તથા શિક્ષણશાસ્ત્ર જેવા વિવિધ મોડ્યુલ બનાવી શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
રાજ્યના KRPમાંથી સીધી ટ્રેનિંગ લીધેલા છ જેટલા તજજ્ઞો દ્વારા તાલીમાર્થી શિક્ષકોને જુદા જુદા મોડ્યુલ ઉપર પદ્ધતિસર ની તાલીમ પ્રયોગાત્મક આપવામાં આવી હતી. મહેસાણા ડાયેટ ના લેક્ચરર સીમાબેન યાદવે જણાવ્યું કે શિક્ષકોમાં ગુણવતા સુધાર માટે યોજવામાં આવેલી તાલીમમાં જોટાણા અને બેચરાજી તાલુકાના 148 શિક્ષક તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શાળાઓમાં બાળકને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી તાલીમનું આયોજન કરવામાં આવેલું છે અને રાજ્યમાં દરેક શાળાના એક શિક્ષકને તાલીમ આપવામાં આવશે તથા ગાંધીનગર માં તાલીમ પામેલા છ જેટલા તજજ્ઞોએ તાલીમાર્થીઓને તાલીમ આપી હતી.