ભુરખિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની અનોખી પહેલ જાહેર મેળવડામાં અન્ન બગાડ રોકવા વિચાર પ્રેરક સંદેશ

ભૂતખિયા પ્રાથમિક શાળાની અનોખી પહેલ સામાજિક મેળાવડા સમૂહ લગ્નોત્સવ સ્થળે ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થી ઓની હદયસ્પર્શી અપીલ તાજેતરમાં ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત સાતમો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં ૫૧ નવદંપતીઓ અને બોટાદ અમરેલી ભાવનગર જિલ્લા સમસ્ત રાજપૂત સમાજનો પંદરમો સમૂહ લગ્નોત્સવમાં આઠ નવદંપતીઓના સમારોહમાં એકત્રિત માનવ મેદનીને વિચાર પ્રેરણ પ્રેરણાત્મક અપીલ કરતા ભુરખિયા પ્રાથમિક શાળાના “માં” જેટલું સ્તર ધરાવતા માસ્તર ઉદય જાદવની અનોખી પહેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર બેનર કટઆઉટ સૂત્રો દ્વારા સંદેશ દુનિયામાં
- દર ૧૦ સેકન્ડે એક વ્યક્તિ નું ભૂખમરા મૃત્યુ થાય છે માટે અન્ન નો બગાડ ન કરો
- અન્ન એ કુદરતે બક્ષેલ સામુહિક દ્રવ્ય છે તેનો જરૂર અને ખપ પૂરતો જ ઉપીયોગ કરો
- કોઈ પણ જાહેર સ્થળે સમારોહ ના ઉપીયોગ પછી સ્થળ છોડતા પૂર્વે ૧૦ મિનિટ સફાઈ માટે આપો
- વ્યસન મુક્તિ રહો હેલ્દી રહો સ્વંયમ શિસ્ત ના હિમાયતી બનો
જેવા અનેકો હદયસ્પર્શી સૂત્રો સાથે ભુરખિયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓનો વિચાર પ્રેરક સંદેશ જાહેર મેળવડા માં આકર્ષણ સાથે અનુકરણ કરવા ની પ્રેરણાત્મક પહેલ કરતો સંદેશ બન્યો છે.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા