ગુજરાતની ભોળી જનતાને લૂંટતા છાપરી પોલીસના જવાનો અને ફોલ્ડરો…!

ગુજરાત એટલે વિકાસ શીલ ગુજરાત, દેશનું ગૌરવ અને શાંત રાજ્યની ઓળખ ધરાવતું રાજ્ય, અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર અરાવલીની પહાડોમા વસેલુ માં અંબાનું ધામ છે, અંબાજી મા માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે, મોટાભાગના ભક્તો અંબાજી માતાજીના દર્શન કરીને આબુ તરફ પોતાના વાહનો લઈને જાય છે ત્યારે અંબાજી થી 7 કિલોમીટર દૂર આવેલી રાજસ્થાન સરકારની છાપરી ચેક પોસ્ટ પર રાજસ્થાન પોલીસના જવાનો બેસે છે અને ગુજરાત થી રાજસ્થાન પ્રવેશતી ગાડીઓ ચેક કરે છે પણ હદ ત્યારે થાય છે કે જયારે ફેમેલીવાળા લોકોને રાત્રીના સમય થી લઇ સવાર સુધી અહીં બેસતા પોલીસ જવાનો ચેક કરવાની જગ્યાએ ખાનગી ફોલ્ડરો ચેક કરી રહ્યા છે.
અંબાજી થી 7 કીલોમીટર દૂર ગુજરાત છાપરી બોર્ડર ગુજરાતના ડીજીપીના આદેશ થી હટાવવામાં આવી છે જે પગલું સુંદર અને પ્રશંસનીય છે તો સિક્કા ની બીજી બાજુ આ ગુજરાત બોર્ડર બાદ રાજસ્થાન પોલીસ ની હદ પર રાજસ્થાન પોલીસની છાપરી બોર્ડર આવેલી છે અહીં આખો દિવસ લાલીયાવાડી અને ભારે ધૂપ્પલબાજી ચાલી રહી છે જયારે આ રસ્તાથી કોઈ અધિકારી કે મંત્રી જવાના હોય ત્યારેજ અહીં યાત્રિકો ની હેરાનગતી બંદ થાય છે બાકી આખુ વર્ષ અહીં રાજસ્થાન પોલીસ અને તેમના ફોલ્ડરીયા ગુજરાત ની જનતા અને બહારના રાજ્ય ની જનતા ને ભારે હેરાન પરેશાન કરી રહી છે.
આ રહ્યા ફોલ્ડરો
રાજસ્થાન પોલીસ શિસ્તબદ્ધ પોલીસ તરીકે આખા દેશ મા પ્રખ્યાત છે તો પછી તેમને કેમ ફોલ્ડરીયા રાખવા પડે છે અહીં મલો [મલિયો], મોનો રબારી, અફઝલ અને સલીમ એમ કુલ ચાર ફોલ્ડરો અહીં યાત્રિકોને લૂંટવા અને તોડ કરવા રાજસ્થાન પોલીસની રહેમનજર હેઠળ રાખેલા છે, મલિયો ફોલ્ડર માલણ ગામ નો ગુજરાતી છે જે પહેલા ગુજરાત છાપરી બોર્ડર પર હતો ત્યારબાદ માવલ ચોકી પર તોડ કરતો હતો હવે આ મલિયો રાજસ્થાન છાપરી બોર્ડર પર રામ અવતાર મીણા અને નાથુલાલ પોલીસ સાથે રહી આ માર્ગ ઉપર થી જતા વાહનો ને ભારે હેરાન કરી તોડ કરી રહ્યા છે, બીજો ફોલ્ડર મોનો રબારી ઘણા વર્ષો થી છાપરી રાજસ્થાન બોર્ડર પર ઉઘરાના કરી પોતાનું સુંદર ઘર બનાવેલ છે.
રાજસ્થાન થી ગુજરાત મા પ્રવેશતી ગાડીઓ ચેક કરી શકે નહીં તેમ છતાય સૌથી વધુ આજ ગાડીઓ ચેક કરાય છે
ગુજરાતથી રાજસ્થાન મા પ્રવેશતી ગાડીઓ રાજસ્થાન પોલીસ ચેક કરી શકે નહિ કે કોઈ ફોલ્ડર પણ નવાઈની વાત એ છે કે આ ચોકી પર રાજસ્થાન પોલીસ ઉપર રૂમમા કૂકડો અને બકરાની પાર્ટી કરે છે જયારે નીચે ફોલ્ડરો વહીવટ કરે છે અને સૌથી નવાઈની વાત એ છે કે રાજસ્થાનથી ગુજરાત મા પ્રવેશતી ગાડીઓને ચેક કરવાનો અધિકાર ગુજરાત પોલીસનો હોવા છતાંય કેમ રાજસ્થાન પોલીસ ચેક કરી લોકો પાસેથી રૂપિયા પડાવે છે.
અમિત પટેલ (અંબાજી)