થોળ પક્ષી અભ્યારણમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ પક્ષી સારવાર કેન્દ્ર અને પ્રદર્શનની હાલત મૃત:પ્રાય

- વેલેન્ટાઈન દિવસે થોળ તળાવ ખાતે મુલાકાતીઓ ઉમટ્યા
થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે શિયાળાની ઋતુ દરમ્યાન દેશ વિદેશથી પંખીઓ આવતા હોય છે જેના લીધે મુલાકાતીઓનો ધસારો જોવા મળે છે. 14 મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન દિવસે થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. થોળ ખાતે આવેલા પક્ષી અભ્યારણ્યમાં વહેલી સવારથી જ મુલાકાતીઓની ચહલ પહલ જોવા મળી રહી હતી. મુલાકાતીઓમાં મોટાભાગના પ્રેમી યુગલો જોવા મળતા હતા. વહેલી સવારથી આવેલા યુગલો બપોર પછી ઘર તરફ પ્રયાણ કર્યા હતા. પક્ષી અભ્યારણ્ય ખાતે આવેલા યુગલો અભ્યારણ્યના ખૂણે ખૂણે બેસીને પ્રેમલાપમાં મગ્ન જોવા મળ્યા હતા.
થોળ ખાતે પક્ષી અભ્યારણ્યમાં વેલેન્ટાઇન ના દિવસે મુલાકાતીઓના આંકડા લેવા સ્થાનિક વાઈલ્ડ લાઈફ આરએફઓ સ્વપ્નિલ પટેલનો સંપર્ક કરતા તેઓ ગાંધીનગર ખાતે મિટિંગમાં વ્યસ્ત હોવાનું કારણ ધરી સાચા આંકડા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. પક્ષી અભ્યારણ્યમાં બપોરના સમયે કેન્ટીન બંધ થયી જતા મુલાકાતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને પ્રવેશ ફી ના નામે મસમોટા રૂપિયા ઉઘરાવતા સત્તાવાળાને પૂરતી સગવડો પુરી પાડવી જોઈએ તેવું એક મુલાકાતીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું.
થોળ પક્ષી અભ્યારણ્યમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ પક્ષી સારવાર કેન્દ્ર અને પ્રદર્શીનની હાલત મૃતપ્રાય
થોળ ખાતે આવેલ પક્ષી અભ્યારણ્ય માં થોડા વર્ષો પહેલા મુલાકાતીઓને પક્ષીઓ વિશે અવનવી જાણકારી મળી રહે તેવા હેતુથી પ્રદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ સત્તાધીશોના ઓરમાયા વર્તન થી પક્ષી પ્રદર્શન કેન્દ્ર અને પશુ-પક્ષીને ઘાયલ અવસ્થામાં તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુથી બનાવેલ પક્ષી સારવાર કેન્દ્ર પણ ઘણા વર્ષો થી બંધ થયી જતા તેમની હાલત ખંડેર જેવી બની ગયી છે જેના વિશે સ્થાનિક આરએફઓનો સંપર્ક કરતા તેમણે તેના વિશે કઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો.