દાંતા ખાતે જમ્મુ કાશ્મીરમાં પૂલવામાં આતંકવાદી હુમલામાં શહીદ વીર જવાનોને પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ

- શહીદો અમર રહો ભારત માતા કી જય થી દેશ ભક્તિ નો માહોલ જોવા મળ્યો
દાંતા ખાતે આજરોજ કાશ્મીરમાં પુલવામાંમાં શહીદ થયેલા વીર જવાનો ને શ્રધાંજલિ અર્પણ કરવા માટે તમામ હિન્દુ સંગઠનનો ભગવા ક્રાંતિ, વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, આરએસએસના કાર્યકરો તેમજ રાજકીય આગેવાનો દાંતા આઝાદ ચોક ખાતે શહીદ ચન્દ્રશેખર આઝાદના સ્ટરચુ ખાતે એકઠા થઈ પુલવામામાં શહીદ જવાનોને શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી. જય હિન્દ…વંદે માતરમ ભારત માતાકી જયના નારાથી દાંતા ગામ દેશ ભક્તિના રંગમાં રંગાયેલ જોવા મળી રહ્યો હતો.
અમિત પટેલ, અંબાજી