સર્વ વિદ્યાલય કેમ્પસ કડીની પ્રાથમિક શાળામાં ક્વિઝ સ્પર્ધા યોજાઇ

સર્વ વિદ્યાલય કેમ્પસ,કડી સંચાલિત શ્રી કડી નાગરિક સહકારી બેંક પ્રાથમિક શાળા દ્વારા સંસ્થાના સંસ્કાર ભવન હોલમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી બની શકે તે હેતુ થી ક્વિઝ સ્પર્ધા યોજાઈ. સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ નાં ૧૮ વિદ્યાર્થીઓએ ૩ વિદ્યાર્થીના ગ્રુપમાં ભાગ લીધો.શાળાના ૯૦૦ વિદ્યાર્થિઓએ પણ આવડત પ્રમાણે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો. જેમાં ગાણિતિક, વ્યવહારિક, જનરલ નોલેજ, રમત-ગમત, ફિલ્મની ટોન, અભિનય સાથેના વિષયો ઉપર રેડ, ગ્રીન, બ્લેક અને બ્યુ એવી ચાર ટુકડીઓને વિવિધ પ્રશ્નોત્તરી કરવામાં આવી.શાળાના સાયન્સ શિક્ષક દ્વારા વિવિધ વિષયો ઉપર પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ સ્પર્ધામાં શાળાના આચાર્ય ડૉ.બાબુલાલ પટેલ, શાળાના શિક્ષક જૈમિનભાઈ પટેલના માર્ગદર્શનમાં સ્પર્ધા યોજાઈ.