શહીદોને સહાયના ફાફા છે ને ડોનાલ્ડ માટે નાણાંનો ધુમાડો ? આ છે સરકારની રાષ્ટ્રભક્તિ…!

- પુલવામાનાં શહીદ સૈનિકોને મત માગવાનું સાધન બનાવ્યા સહાય ક્યારે..?
- પુલવામા હુમલાને એક વર્ષ પૂર્ણ : તપાસ અહેવાલ કેટલા વર્ષે…?
- શહીદોને સહાયના ફાફા છે ને ડોનાલ્ડ માટે નાણાંનો ધુમાડો કેમ….
દેશની ચૂંટણી હોય ત્યારે કોઈ સૈનિક શહીદ થાય તો નેતાઓ ફૂલ માળા લઇ અગાઉ હાજર થઈ જાય. સહાય અને મદદનો ધોધ જાહેરાતો થી વરસાવી દયે જાણ્યે દેશ ભક્તિ કે રાષ્ટ્ર ભક્તિનું ઘોડાપૂર આવ્યું હોય ચૂંટણી પૂરી થાય એટલે દૂરથી બાય બાય ટાટા થઈ જાય છે. નથી કોઈ શહીદને સહાય મળી કે ન મળ્યાની ભાળ લેતુ, કે ચિંતા કરતું, એ પરિવાર ફરી પોતાની રજૂઆત માટે જાય ત્યારે નેતાઓ મળવાનું પણ ટાળે છે, ચાકરો કે ગાર્ડ મારફત હડધૂત કરી ધક્કે ચડાવવાના આવે છે..”મગરના આસુ સરવા”ની નેતાઓને જાણ્યે પ્રેક્ટિસ હોય છે.
ચૂંટણી સમયે શહીદોના સ્મારકની સફાઈ થવા લાગે છે. દૂધે ધોવા નું કામ પણ થાય છે, ચૂંટણી બાદ તેના બાળકોને દૂધ મળે છે કે કેમ તેની ચિંતા કોઈ કરતું નથી. અરે ભક્ત ચેનલો પણ રાજનેતાઓ જેવીજ આદત ધરાવતી થઈ ગઈ છે, ક્યારેય પડદા પાછળનું સત્ય બતાવવા પ્રયાસ કરતા નથી. ચૂંટણી સમયે જ પુલવામા હુમલો (બ્લાસ્ટ) થયો,એક સાથે ૪૪ જવાનો શહીદ થયા.. રાષ્ટ્રભક્તિના પ્રમાણપત્રો નો ધંધો ચાલ્યો.. ભારત અને પાકિસ્તાનનું જાણ્યે યુદ્ધ લડવા જંગે ચડ્યા હોય તેવી ભાષણબાજી ચાલી…
પ્રચાર તો એવો કરે કે પોતે ભારત અને બીજા બધાજ પક્ષો પાકિસ્તાન તરફથી ચૂંટણી લડતા હોય.. દેશના પ્રથમ નાગરિક પણ દેશને દબાવવા કામે લાગી જાય.. દેશની પ્રજા જવાબ માંગે છે, દેશના શહીદ સૈનિકોના પરિવારો જવાબ માંગે છે, દેશના સીમાડાની રક્ષા કરનારા સૈનિકો જવાબ માંગે છે…એક વર્ષ થયું,પુલવવ હુમલો કોની ભૂલ, બેદરકારી, સંડોવણીથી થયો.. આર.ડી.એક્સ. ક્યાંથી અને કેમ આવ્યો..? પુલવાવ હુમલાનું તપાસ બાદનું સત્ય શું..? તપાસના આદેશ તો થયા, પરિવારોને આશવસ્થ તો કર્યા, પણ તપાસ નું સત્ય શું..?
પુલવામા શહીદો ના ઘેર દિવાળી પણ થાય ચૂંટણી હોય તો, સીમાડા ની સુરક્ષા કરતા, દેશની સુરક્ષા કાજે શહાદત વહોરનારાના મનમાં પણ સવાલો ઊઠી રહ્યા છે, છતાં ફરજ ને વફાદાર છે.. ક્યારેક હૃદય ઉપર હાથ મૂકી નેતાઓએ સૈન્ય સાથે વફાદારીનું મનોમંથન કરવાની જરૂર છે.. હુમલાખોરો ક્યાંથી, કેમ, કોની મદદ, કોની કૃપા, કેવી રીતે, આટલો આર.ડી.એક્સ.નો જથ્થો ક્યાંથી અને કેમ લાવ્યા..? કોની મદદ લીધી..? કોની ગાડી હતી..? આં બધુજ સત્ય ક્યારે બહાર આવશે તેની રાહ આખો દેશ જુવે છે…
આપણી રાજનીતિનું સ્તર હાલ તો “અભી બોલા અભી ફોક”ના સિદ્ધાંત થી કામ કરે છે.. દિન બ દિન નેતાઓ ની ચામડી જાડી થતી જાય છે.. સંવેદના હોય તે આજની રાજનીતિમા ચાલતા નથી. ખોટું બોલવું, ખોટું ખર્ચવું , ખોટું કરવું, ખોટું હોવા છતાં સત્ય સાબિત કરવું, આં મુખ્ય વિષય આજની રાજનીતિનો રહ્યો છે… સૌથી વધુ શરમ જનક વાત જાણી ને નવાઈ લાગે, પણ સત્ય છે. ડોનાલ્ડ જે રસ્તે થી પસાર થવાના છે ત્યાં જુગ્ગી, જોપડીઓમા વસવાટ છે, સત્યને છાબડે ઢાંકવા નો પ્રયાસ સાત ફીટ ઊંચી દીવાલ ચણી ને કરવામાં આવ્યો છે..
અતિવૃષ્ટિ ની સહાય ના ઠેકાણા નથી.. ખેડૂતોને વીમાનું વળતર નથી.. પત્રકારોની સલામતી નથી, ભારતમાં કરોડો ગરીબ વસવાટ કરે છે, આં વાત દુનિયા આખી જાણે છે, કુપોષણના લીધે બાળકો મોતને ભેટે છે, બાળમરણનું પ્રમાણ પુરાવો છે, અને સૌ જાણે છે.. આં દીવાલ કરી ગરીબીને ઢાંકવાનો પ્રયાસ કર્યો, એના કરતાં આં દીવાલના ખર્ચ જેટલી સહાય કરી હોત તો સરકારનાં વખાણ કરતા ન થાકે એટલા રાજી થાત….
ગુજરાત આખામાથી વિકાસનો કાપ લગાવી માત્ર ક્ષણિક વિકાસ મોટેરા અને ડોનાલ્ડ સવારી ના માર્ગ નો થયો છે..રાતો રાત અને તાબડ તોડ થયેલો વિકાસ ક્ષણભંગુર હોય છે..કોઈક સત્તા કે પદ બચાવવા તો કોઈક સત્તા કે પદ પામવા,કોઈક બગડેલી પરિસ્થિતિ ને સુધારવા તો કોઈક પ્રમોશન કે સારી પોસ્ટ પામવા ના લોભે મંડાણા છે..
ગુજરાત મોદી સાહેબ ની રાજકીય લેબોરેટરી છે, બધાજ પ્રયોગો કે અખતરા અહીજ સફળ થાય છે. તાળીઓ પાડવા વાળા આખા દેશની સભાઓમાં ગુજરાત માથી જતા હતા તાલીમ પામેલી ટીમ ગુજરાતમા છે..ખોટા ખર્ચા કરવાની આદત ગુજરાત ને છે… અને ખોટા ખર્ચનો ખાસ વિરોધ પણ ગુજરાતમાં નથી થતો… દસ લાખના શૂટનાં ચાર કરોડ આપે આવા હરખ પદુડાઓ પણ ગુજરાતમા છે, મેળા, ઉત્સવો અને તાયફાઓ સફળ ગુજરાત મા જ થાય છે.. માન અને સ્વમાનને નેવે મૂકી અપમાનિત થવાના શોખીન નેતાઓ પણ ગુજરાત મા છે..
હવે “પલાળ્યું છે તો મુંડાવવું તો પડશે” પણ નવરા પડો તો થોડી ચિંતા પૂલવાવ હુમલાની તપાસ પૂરી થઈ હોય તો અહેવાલ જાહેર થાય તેની ચિંતા કરજો.. દેશની જનતા ને ઈન્તેજાર છે.. અને કોઈ તપાસ ન સોંપી હોય તો પણ સ્પસ્ત્તા કરજો..ખબર પડે”દૂધ દોણાં મા જાય છે કે બહાર”
લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ (ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ)
ભાવનગર (મો) ૯૪૨૬૫૩૪૮૭૪
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)