ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કડી તાલુકામાં સીઆરસી કક્ષાએ શિક્ષકો દ્વારા ક્રિકેટ મેચ

ગણેશપુરા (નંદાસણ) ગામની શાળાના મેદાનમાં નવાપુરા અને રાજપુર ક્લસ્ટરના શિક્ષકો વચ્ચે 12 ઓવરની ક્રિકેટ મેચ યોજાયી હતી જેમાં રાજપુર શાળાના શિક્ષકોનો વિજય થયો હતો. દેશના પ્રધાનમંત્રીના ડ્રિમ પ્રોજેકટ ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત યોજાયેલી ક્રિકેટ મેચનું નંદાસણ મિશ્ર શાળાના આચાર્ય નેહાબેન પટેલ અને નવાપુરાના સીઆરસી કોઓર્ડીનેટર હરેશભાઇ સુથારના માર્ગદર્શન અને આયોજનમાં યોજાયી ગયી. શનિવારના શાળાના સમય બાદ યોજાયેલી રમતના અંતે વિજેતા ટીમના શિક્ષકોને વિવિધ મોમેન્ટો આપીને રમતમાં ભાગ લેવા સન્માનિત કર્યા હતા. જેમાં તમામ શિક્ષકોએ ખેલીદિલી પૂર્ણ રમતનો આનંદ માણ્યો હતો અને ફીટ ઇન્ડિયા મુવમેન્ટમાં તેમનો સહયોગ આપ્યો હતો.