અંબાજી મંદિર “મા અંબાજી ઉત્સવ” કાર્યક્રમ યોજાયો, ગુજરાતભરના કલાકારોએ પોતાની કરતબ બતાવી

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજીમાં અંબાનું પ્રાચીન તીર્થ અરાવલી પહાડોમાં વસેલું છે. આ મંદિરથી 3 કિમિ દૂર ગબ્બર પર્વત આવેલો છે જ્યાં માં અંબાની અખંડ જ્યોત આવેલી છે જ્યાં માં અંબાના ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક નું અંબાજી મંદિર ની ખ્યાતિ આખા વિશ્વ મા છે. ભારત દેશ અને ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચરચોકમા “અંબાજી ઉત્સવ ” કાર્યક્રમ ગુજરાત સરકાર રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંબાજી મંદિર મા શનિવારે રાતે યોજાયો હતો. જેમાં 14 કલા ની ટિમો એ પોતાની કરતબ બતાવી હતી અને આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં લોકો એ નિહાળ્યો હતો.
શક્તિપીઠ અંબાજી ગુજરાતનું પ્રાચીનતીર્થ સ્થળ છે આ ધામમાં માતાજીના ભક્તોનો ઘસારો વર્ષ દરમિયાન રહે છે ત્યારે કલા સંસ્કૃતિને મહત્વ આપવા માટે અંબાજી મંદિરના ચાચરચોકમા “અંબાજી ઉત્સવ ” કાર્યક્રમ ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંબાજી મંદિરમા શનિવારે રાતે યોજાયો હતો. જેમાં 14 કલાની ટિમોએ પોતાની કરતબ બતાવી હતી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતભર માંથી વિવિધ કલાકારોની ટીમ અંબાજી મંદિરમાં આવી પોતાની કલા સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. આ સિવાય અંબાજી મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડા, વિવિધ આગેવાનો હાજર રહ્યાં હતા આ બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલે ગેર હાજર રહ્યાં હતા.