ગિરનાર પર ખોવાયેલ વૃદ્ધને શોધીને પોતાના પરિવારને સોંપતિ જૂનાગઢ પોલીસ

- જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જણાવતા સામાન્ય પ્રજાના લોક માનસ અને પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી જૂનાગઢ પોલીસ કેવી રીતે થઇ શકે
મહારાષ્ટ્ર રાજ્યના જલગાવ જિલ્લાના અમલનેર તાલુકાના કન્હેરે ગામના યાત્રા કરવા આવેલ વૃદ્ધ યાંત્રિક જુલાલભાઈ કૌતિકભાઈ પવાર ઉવ. 70 પોતાના પરિવાર તથા ગામના લોકો સાથે ગિરનાર જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે યાત્રા પ્રવાસમાં આવેલ હતા. તમામ યાત્રિકો ગિરનાર પર્વત ઉપર ચઢવા રવાના થયેલ હતા. પરંતુ, 2000 પગથિયાં પહોંચ્યા ત્યારે વૃદ્ધ યાત્રિક જુલાલભાઈ કૌતિકભાઈ પવાર દ્વારા પોતે અશક્ત હોઈ, પોતાના પરિવાર ને પોતે હવે આગળ નહીં ચડી શકે, તેવું જણાવતા સાથેના યાત્રિકો તથા પરિવારજનો દ્વારા નીચે બેસજો અમે ઉપર ગિરનાર દર્શન કરીને પરત આવીએ છીએ, તેવું જણાવી છુટ્ટા પડેલા હતા. મહારાષ્ટ્ર ખાતેથી આવેલા યાત્રિકો નીચે પરત આવી, તપાસ કરતા, વૃદ્ધ યાત્રિક જુલાલભાઈ પવાર મળી આવેલા ના હોતા. આ વયોવૃદ્ધ યાંત્રિક જુલાલભાઈ દેહાતી મરાઠી ભાષા સિવાય કોઈ ભાષા જાણતા ના હતા તેમજ મોબાઈલ ફોન પણ ના હતો.
પરિવાર તથા સાથે આવેલ પુત્ર ખુશાલભાઈ પવાર (M:- 098505 92937) દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવામાં આવતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ગિરનાર ભવનાથ ખાતે શિવરાત્રી ની તૈયારી ચાલતી હોય ગુમ થયેલ વયોવૃદ્ધ યાત્રિક જુલાલભાઈ કૌતિકભાઈ પવાર ઉવ. 70ની તપાસમાં પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી. ધોકડીયા તથા સ્ટાફના હે.કો. યુસુફભાઈ, જયંતીભાઈ, મુકેશભાઈ, જૈતાભાઈ, નારણભાઇ, રામદેભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, ગુમ થયેલ વયોવૃદ્ધ જુલાલભાઈના ફોટા સાથેની માહિતી વોટ્સએપના માધ્યમથી પ્રેસ મીડિયા પ્રેસના માધ્યમથી ડીએનએસ ન્યુઝ, તેમજ દૈનિક ન્યુઝ પેપર પોલીસ, હોમગાર્ડ, ડોલી વાળા, હોટલ ધર્મશાળા સંચાલક, ફોરેસ્ટ વિભાગ, સાહિતનાને મોકલી આપી, મળી આવ્યે જાણ કરવા મેસેજ કરવામાં આવેલ હતી. અને પોલીસ હોમગાર્ડના દિવસ અને નાઈટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ દરમિયાન પણ ગુમ થયેલ વયોવૃદ્ધ ના વર્ણન વાળા માણસોની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
દરમિયાન ગિરનાર ફોરેસ્ટ રેંજના રેન્જ ફોરેસ્ટ ઓફિસર RFO ભગીરથસિંહ ઝાલાને જાણ કરતા તેઓએ પોતાના ફોરેસ્ટર તેમજ ફોરેસ્ટના વોટ્સએપ ગ્રુપમાં માહિતી આપી, પોલીસ સાથે સંકલન રાખી, તપાસ કરવા જાણ કરવામાં આવેલ હતી ભવનાથ રાઉન્ડમાંજંગલમાં નીકળી ગયાની શંકા જતાં, પોલીસે પણ ફોરેસ્ટ ખાતાનો સંપર્ક કરી, પેટ્રોલીંગમાં જતાં બીટ ગાર્ડને પણ ગુમ થનાર વયોવૃદ્ધ યાત્રિક મળી આવે તો, ભવનાથ પોલીસને જાણ કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી.
ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા ઉકાભાઈ જે. ડાકી ને ખોડિયાર ઘોડી, બોરદેવી જવાના રસ્તેથી ગુમ થયેલ વયોવૃદ્ધ યાત્રિક જુલાલભાઇ પવાર મળી આવ્યા હતા, જે અંગેની જાણ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કરી, વયોવૃદ્ધ યાત્રિક જુલાલભાઇ પવારને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે લાવી, પરિવારના સભ્યોને બોલાવી, સોંપવામાં આવતા, વયોવૃદ્ધ યાત્રિક જુલાલભાઇ પવારના પરિવારજનો એકબીજાને ભેટી, ભાવવિભોર થઇ ગયા હતા. વયોવૃદ્ધ યાત્રિક જુલાલભાઇ પવારના કુટુંબીજનોએ સતત બે દિવસથી પોતાની સાથે ગુમ થયેલ પોતાના સ્વજનને શોધવા દોડધામ કરતી જુનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ અને ડી વય, એસ, પી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પરિવારજનોને યાત્રામાં આવતા કુટુંબના સભ્યોના ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી કરી પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલાને પોતાના પરિવાર સાથે મિલન કરાવી, સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કરિ બતાવ્યુ.
રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)