કડીના ઇરાણા પાટીયા પાસે ટ્રિપલ અકસ્માતમાં બે યુવકના મોત : એક ઘાયલ

કડી છત્રાલ હાઇવે ઉપર આવેલ ઈરાણા ગામના પાટીયા પાસે ધસમસતી આવેલી ટ્રકે બાઈક અને જીપ ડાલા ને હડફેટે લેતા બંને બાઈક સવારનું મોત થયુ હતું અને જીપ ડાલાના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
કલોલ ના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રામનાણી હરેશકુમાર રામચંદ્ર ઉં.41 વર્ષ અને તેનો મિત્ર સોલંકી મૌલિક અરવિંદભાઈ રહે. સંત સવૈયાનાથ સોસા.કલોલ પલ્સર બાઈક GJ-18-DD-0631 લઈ સામાજિક કામસારું કડી તરફ આવી રહ્યા હતા કડી છત્રાલ હાઇવે ઉપર આવેલ ઈરાણા ગામના પાટીયા પાસે પાછળ થી આવતા ધસમસતા ટ્રક GJ-02-V-5870 ના ચાલકે ગફળતભર્યું વાહન હંકારી પલ્સર બાઈક અને જીપડાલા ને ટક્કર મારતા બંને બાઈક સવાર ઈસમો રોડ ઉપર ફેંકાયા હતા અને જીપડાલાના ચાલક ને પણ ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત કરી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર
પાછળથી આવેલા ટ્રકે ટક્કર મારતા બંને બાઈક સવાર ઈસમો રોડ ઉપર ફંગોળાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે બંને બાઈક સવારોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને જીપડાલા ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ રામનાણી યોગેશકુમાર રામચંદ્ર એ કડી પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જી ભાગી જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.