અંબાજીમા પરણવા જતા 802 વરવધુ ગટરના પાણી પરથી પસાર થયા…!

ગુજરાત મા ટ્રમ્પ આવે છે ,100 કરોડ નો ખર્ચ થઇ રહ્યો છે વિશ્વ ની સૌથી મોટી મહાસત્તા અમેરીકા ના પ્રમુખ ટ્રમ્પ આવનારા સમય મા ગુજરાત ના મહેમાન બનવાના છે ,ત્યારે આખા વિશ્વ ની નજર ગુજરાત પર રહેવાની છે ,ગુજરાત ના સૌથી મોટા યાત્રાધામ અંબાજી અને પાલીતાણા ની સફાઈ નો કોન્ટ્રાકટ ઓલ સર્વિસ ગ્લોબલ કંપની ને આપવામાં આવી છે આ કંપની જ્યારથી આવી છે ત્યારથી ભારે ધૂપ્પલબાજી આ ધામ મા ચલાવી રહી છે.
આજે ગુજરાત ના સૌથી મોટા મહા શક્તિપીઠ અંબાજી મા 802 વર વધુ ના જોડા લગ્ન કરવા જઈ રહ્યા હતા જેમની સૌથી મોટી શોભાયાત્રા જૂની કોલેજ થી નીકળી અંબાજી ના જુના બજાર થઇ જી એમ ડી સી થઇ નગર યાત્રા એ ફરી રહી હતી ત્યારે અંબાજી માન સરોવર પાસે રાધા કૃષ્ણ મંદિર પાસે ગંદુ પાણી રોડ પાસે જમા થયેલું હતું આ પાણી પર થી અને ગંદા પાણી પાસે થી 1 કિલોમીટર લાંબી 802 યુગલો ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ યાત્રા મા રાજવી પરિવારો પણ બગી માં બેસી નીકળ્યા હતા ત્યારે તેમને અંબાજી ની ગંદકી અને અંબાજી ના ગંદા પાણી જોયા હતા આજે અંબાજી ખાતે સાત સમુન્દર પાર થી ઇંગ્લેન્ડ ના પતિ પત્ની પણ આ કાર્યક્રમ જોવા આવ્યા હતા.
આજે અંબાજી ખાતે 10 હજાર કરતા વધુ લોકો એ આ ગંદા પાણી જોયા હતા ,આજે લગ્ન કરવા જઇયે ત્યારે સારા કપડાં અને પવિત્ર થઇ લગ્ન માંડવે જવું જોઈએ પણ આજે 802 યુગલો ગંદા પાણી અને ગટર ના પાણી પર થી પસાર થઇ લગ્ન માંડવે ગયા હતા આમ ગ્રામ પંચાયત અને ઓલ સર્વિસ ગ્લોબલ ની બેદરકારી ને કારણે આજે લગ્ન કરતા યુગલોને ગંદા પાણી નો ભોગ બનવું પડ્યું હતુ.
આ તસ્વીર જોઈ અંબાજી ના લોકો લોકો અને ગુજરાત ની જનતા એ નક્કી કરવું રહ્યું કે આજે 802 વર વધુ અને તેમની સાથે આવેલા લોકો ની શું ભુલ ? આજે અંબાજી ખાતે વિશ્વ વિક્રમ યોજાયો હતો એક સાથે લગ્ન થવાનો તો બીજી તરફ ઓલ સર્વિસ ગ્લોબલ ની ઘોર બેદરકારી સામે આવતા હડકંપ મચી જવા પામ્યો હતો તેમ છતાંય વહીવટી તંત્ર તમાશો જોઈ રહી છે અને નિર્દોષ લોકો આ ગંદકી નો ભોગ બની રહ્યા છે ,આજે ગુજરાત અને ગુજરાત બહાર થી આવેલા રાજવી પરીવારે પણ આ ધામ ની ગંદકી અને ઓલ સર્વિસ ની કામગીરી જોઈ હતી પણ કેમ અંબાજી ના વહીવટદાર અને મંદિર ના ચેરમેન આ મામલે ચૂપ છે ?
અમિત પટેલ (અંબાજી)