સરકારે તમામ વર્ગની દીકરીઓને નોકરીમાં સમાવવા અને વર્ગ વિગ્રહ ટાળવા LRDની જગ્યાઓ વધારી, કુલ 5227ની ભરતી કરશે

મળતી માહિતી મુજબ સરકારે તમામ વર્ગની દીકરીઓ ને નોકરી આપવા પ્રાથમિકતા સમજી સરકારે અનામત બાબતે નિર્ણય જાહેર કર્યો.કુલ જગ્યાઓ વધારી ને સર્વ જ્ઞાતિ ને કોઈ તકલીફ ના થાય તે બાબતે નિર્ણય લીધો સરકારે કોઈ જી.આર રદ નથી કર્યો .sc માં ૩૪૬ ની જગ્યાએ ૫૮૮ જગ્યા ભરાશે ૧/૮/૨૦૧૮ ના જી આર ને લઈ ને કોઈ નિર્ણય લીધો નથી.બક્ષીપંચ માં ૧૭૩૪ ની જગ્યાએ ૩૨૨૮ ની ભરતી થશે.આદિવાસી ૪૭૬ ને જગ્યાએ ૫૨૭ ભરાશે. આમ કુલ ૫૨૨૭ જગ્યાઓ ભરાશે…
સરકારે વોટ બેંક ખાતર જો બંધારણ પ્રમાણે ચાલે તો વોટ બેન્ક ને નુકશાન થાય . બિન અનામત ની માંગણી હતી કે અમને વિશ્વાસ માં રાખી જી આર માં કોઈ સુધારો કરો..એટલે મોટેભાગે બિન અનામત વિભાગ ની માંગણી સચવાઈ છે. બીજા રાજ્યોમાં જૂના જી આર રદ કરેલા છે . એલ.આર. ડી માં જો આટલી જગ્યા હતી તો પહેલા જાહેર ના કેમ કરી..છોકરાઓ ને પણ અન્યાય થાય છે..છોકરાઓ પણ મહિલાઓ ની જેમ પોતાની સીટ વધારવા માંગે છે..આં આંદોલન કરો અને પરીક્ષાઓ લઈ જાઉં તેવી સરકાર ની નીતિ રહી છે. આમ સરકાર પાસે સીટો વધારવા સિવાય બીજું કોઈ નિરાકરણ નહોતું.
કાયદાકીય અભ્યાસ કરીને હજુ પણ કોઈ ગુચ્છ હશે તો કાઢવામાં આવશે. બિન અનામત ના રાજ શેખાવત અને પ્રવીણ પટેલ દ્વારા આં નિર્ણય ને આવકારવામાં આવ્યો.ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી એ પણ આં નિર્ણયને આવકાર્યો છે. જ્યારે અનામત આંદોલન ની બહેનો માત્ર પરિપત્ર રદ કરવાની માંગણી સાથે આં નિર્ણય ને લોલીપોપ ગણાવી છે અને સરકારે વોટબેંકની જાળવણી કરવા આવો નિર્ણય લીધો છે તેમજ બિન અનામત વર્ગ ને ખુશ કરવા તેમના મળતીયાઓ ને વચ્ચે રાખી આવો નિર્ણય લીધો છે જે અમને અન્યાય કરતા છે તેવા આક્ષેપ કર્યા છે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અત્યારે અફડાતફડી નો માહોલ છે.પોલીસ નો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.ધરપકડ વહોર્વાના મૂળ માં પોલીસ છે.કોંગ્રેસ ના નૌશાદ સોલંકી એ જણાવ્યું કે પહેલા પોલીસ અમારા જેવા કોંગ્રેસ ના નેમતાઓ ને ગોળીઓ મારે પછી આ દીકરીઓ ની ધરપકડ કરે.આં કોંગ્રેસ બિલકુલ લડાયક મૂળ માં આવી ગઈ છે.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)