જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સર્જનાત્મક પ્રવૃત્તિમાં ભિલોડા પ્રાથમિક શાળા-1 નુ ગૌરવ

અરવલ્લી જિલ્લા ના ભિલોડા પ્રાથમિક શાળા 1 ના ડામોર પ્રીત પ્રથમ નંબરે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સર્જનાત્મક પ્રવૃત્તિમાં આવેલા અને એક પાત્રિય અભિનયમાં સરાણિયા રાકેશ ત્રીજા નંબરે આવેલ જે બાળક ને શાળા ના આચાર્ય શ્રી જયદેવલાલ પી બારોટ,તેમજ શાળા પરિવાર કિર્તીકુમાર ડી બરંડા ,દિપીકા એલ રેંટિયા,ભાવિકાબેન પી પટેલ,તેમેન અભિનંદન પાઠવ્યા જે બાળક જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-2019-20માં સર્જનાત્મક પ્રવૃત્તિની સ્પર્ધામાં ડામોર પ્રિતકુમાર જિલ્લામાં પ્રથમ આવેલ છે અને તે હવે ગુજરાતના રાજય કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેવા માટે તા-17,18/2/2020 ના રોજ જશે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)